• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Shapar, The Rapist Of The Wife Beat The Husband Too, In Sokhda, The Young Farmer Was Strangled To Death In The Barn Of The House.

રાજકોટ ક્રાઇમ ન્યુઝ:શાપરમાં પત્નીની છેડતી કરનારે પતિને પણ ઢોર માર માર્યો, સોખડામાં યુવા ખેડૂતે ઘરની ઓસરીમાં ગળેફાંસો ખાધો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલ શાપરમાં હનુમાનજી મંદિર પાસે રહેતાં રિક્ષાચાલક રાજેશભાઇ પ્રગજીભાઈ સોલંકી (ઉ.વ.27)ની પત્ની ગત રોજ શેરીમાંથી નીકળતા હતાં ત્યારે શેરીમાંજ રહેતાં રિક્ષાચાલક કિશોર નામના શખ્સે તેમની છેડતી કરી હતી. જે મામલે રાજેશભાઈને વાત કરતાં કિશોરને સમજાવવા માટે ગયેલ હતાં. ત્યારે ઉશ્કેરાયેલા કિશોરે ઝઘડો કરી પાઇપ અને સળીયાથી માર મારતા શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં રાજકોટ સિવિલે ખસેડાયા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા શાપર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સોખડા ગામે યુવા ખેડૂતે ઘરની ઓસરીમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં એરેરાટી મચી ગઈ છે.

મૃતક ખેડૂતને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી
રાજકોટ અમદાવાદ હાઇવે પર કુવાડવાના સોખડા ગામે મેઇન બજારમાં રહેતાં ભરતભાઇ લાખાભાઇ ઝીંઝરીયા (ઉં.વ.35) નામના યુવાને ઘરની ઓસરીમાં પ્‍લાસ્‍ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પત્ની ભાવુબેન સવારે ઉઠીને જોતા પતિ રૂમમાં ન દેખાતાં તપાસ કરતાં ઓસરીમાં લટકતાં મળતાં કલ્‍પાંત સર્જાયો હતો. જે બાદ બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહ પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. આપઘાત કરનાર ભરતભાઇ ચાર ભાઇમાં સૌથી નાના હતાં અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. તે ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં.

જમીનના વિવાદમાં ખેડૂતે પગલું ભર્યું
ભરતભાઇના પરિવારજનોએ કહ્યું હતું કે, ખેતીની જમીન મામલે ભરતભાઇને રાજકોટના પ્રશાંતભાઇ મહેતા સાથે વિવાદ ચાલતો હતો. ભરતભાઇના પિતા લાખાભાઇ કલ્‍યાણભાઇએ 1980માં જમીનનું સાટાખત પોતાને કરી દીધાનું પ્રશાંતભાઇએ કહી વિવાદ ઉભો કર્યો હતો. જોકે, આ બાબતથી અજાણ ભરતભાઇએ જમીન 2006માં જગાભાઇ શિયાળને વેચી દીધી હતી. આ સાડા ત્રણ એકર જેટલી જમીનનો કોર્ટમાં કેસ ચાલુ હોઇ તેના વિવાદમાં ભરતભાઇને હેરાનગતિ થઇ રહી હતી. હજુ બે દિવસ પહેલા જ કોર્ટની તારીખમાં પણ ગયા હોઇ કંટાળીને આ પગલુ ભર્યુ હતું. જે આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

22 વર્ષીય યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઇ
રાજકોટ જિલ્લાના જેતપુરના અમરનગર રોડ પર ટોકીડાપરામાં રહેતા લક્ષ્મણભાઈ બચુભાઇ ભાલિયાની 22 વર્ષીય પુત્રી કાજલ જે રાજકોટમાં ઢેબર રોડ પર અંધમહિલા વિકાસ ગૃહમાં રહી કણસાગરા કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગઈકાલે 10 વાગ્યાના સમયે લાપતા બનતા ગાંધીગ્રામ પોલીસમાં ગુમ નોંધ દાખલ કરવામાં આવી છે. કાજલ બે ભાઈ બે બહેનમાં ત્રીજો નંબર અને તેમને આંખે ઓછું દેખાતું હોય જેથી અંધ મહિલા વિકાસ ગૃહમાં રહી કણસાગરા કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે ત્રીજા કોલેજના વર્ષમાં હતી. થોડા સમય પહેલાં જેતપુર રોકાવા ગયા બાદ એકાદ મહિના પૂર્વે જ રાજકોટ આવી હતી. ગઈકાલે સવારે બસમાં કોલેજ ગયા બાદ બપોરે પરત ન ફરતા પોલીસે સીસીટીવી જોતા તેમાં 10 વાગ્યે કાજલ કોલેજની બહાર નીકળતી જોવા મળી હતી. જેને લઇ હાલ ગાંધીગ્રામ પોલીસના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

છરી થી હુમલો કરી ઢીકા પાટુનો મારમાર્યો
​​​​​​​​​​​​​​
રાજકોટ શહેરના પંચસીલનગરમાં રહેતાં હર્ષદ કિરીટભાઈ સાગઠિયા (ઉ.વ.17) ગઇકાલે તેમના પિતા સાથે સીતારામ ચોકમાં હતો ત્યારે ઘસી આવેલા તેમની પિતરાઈ બહેન પાયલ, તેના પતિ સંજયે અને સાસુ રૂડીબેને ઝઘડો કરી છરી થી હુમલો કરી ઢીકા પાટુનો મારમાર્યો હતો. યુવકને લોહીલુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ખસેડાયા હતાં. બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. વધુમાં ઇજાગ્રસ્ત યુવકના પિતાએ જણાવ્યું હતું કે હું રેતીનો ધંધો કરું છું ત્યારે ધંધાના સ્થળે હું મારા પુત્ર સાથે હતો. ત્યારે મારી ભત્રીજી પાયલ સાથે પ્રેમ લગ્ન કરનાર સંજય ત્યાં ઘસી આવ્યો હતો. અને ગાળો બોલી ઝઘડો કર્યો હતો અને મેં તમારા પરિવારની દીકરી સાથે લગ્ન કર્યા તમે સુ બગાડ્યું કહી મારા પુત્ર હર્ષદ પર છરીથી હુમલો કર્યો હતો.

યુવકે બેરોજગારથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો
​​​​​​​રાજકોટના થોરાળા વિસ્તારમાં યુવકે બેરોજગારથી કંટાળી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમને બેભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલ ખાતાએ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરળા પોલીસને જાણ કરી હતી અને પોલીસે હોસ્પિટલ આવી કર્યવાહી કરી હતી. યુવકના પરિવારે જણાવ્યું હતું કે જયેશે ધો.12 સુધીનો અભ્યાસ કરેલ છે. અને ઘણા સમયથી બેરોજગાર હતો. જે છેલ્લા 15 દિવસથી અલગ અલગ કંપનીમાં ઇન્ટરવ્યુ દેવા માટે જતો હતો. જ્યાં થી જવાબ ન આવતા કંટાળીને તેને આ પગલું ભર્યું હતું. પોલીસે નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.