તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સૌરાષ્ટ્રમાં સાઉથની મગફળીની પડતર કિંમત રૂ.100 ઓછી આવતા સિંગતેલના ભાવ ઘટ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાઉથના વેપારીઓ સૌરાષ્ટ્રમાંથી મગફળી ખરીદે છે, તેના બદલે પહેલીવાર સૌરાષ્ટ્રમાં વેચી

સામાન્ય રીતે સૌરાષ્ટ્રની મગફળી ખરીદવા માટે સાઉથના વેપારીઓ આવતા હોય છે. તેના બદલે આ વખતે પહેલીવાર સાઉથના વેપારીઓ- ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે સૌરાષ્ટ્ર આવ્યા છે. આ મગફળીનું હાલમાં પિલાણ ચાલુ છે. આ મગફળીના પિલાણમાં એક ડબ્બે પડતર રૂ. 100 ઓછી આવે છે. જેને કારણે એક મહિનામાં સિંગતેલના ડબ્બામાં રૂ.160 નો ઘટાડો આવ્યો છે. સોમવારે સિંગતેલના ડબ્બામાં રૂ. 40નો ઘટાડો આવ્યો હતો. જેને કારણે સિંગતેલ ડબ્બાનો ભાવ રૂ.2365 નોંધાયો હતો.

સિંગતેલના ભાવ ઘટવાને કારણે કપાસિયા તેલમાં પણ નરમ વલણ જોવા મળ્યું હતું. કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 15નો ઘટાડો આવતા ડબ્બાનો ભાવ રૂ.2275નો થયો હતો. આ સિવાય વનસ્પતિ ઘીમાં રૂ. 20નો ઘટાડો આવ્યો હતો.જ્યારે બાકીના ખાદ્યતેલોમાં સ્થિર વલણ રહ્યું હતું.સિંગતેલના ભાવમાં આખું વર્ષ ઊથલપાથલ જોવા મળી રહી. એક સમયે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2600ની ઉપર ચાલ્યો ગયો હતો.

વરસાદને કારણે જૂના માલનો નિકાલ થતા પૂરતો માલ મળ્યો

  • ખેડૂતો પોતાની પાસે રહેલો માલ વેચવા કાઢી રહ્યા છે તેથી કાચો માલ પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
  • લોકડાઉન લંબાશે તેવી ગણતરીએ સંગ્રહખોરોએ માલનો સંગ્રહ કર્યો હતો, પરંતુ આ ધારણા ખોટી પડી એટલે એમને પોતાની પાસે રહેલો માલ વેચવા કાઢવા લાગ્યા છે. જેથી કૃત્રિમ તંગી દૂર થઈ.
  • લોકોએ બીજા લોકડાઉનમાં જે જરૂરિયાત હતી તેના કરતા વધુ માલની ખરીદી કરી લીધી એટલે અત્યારે બજારમાં માલની ખપત ઓછી છે. સામે પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે.
છેલ્લા એક માસના તેલના ભાવની સ્થિતિ
તેલ28 મેના ભાવ28 જૂનનો ભાવવધારો - ઘટાડો
સિંગતેલ25252365-160
કપાસિયા તેલ2370227595
પામોલીન તેલ20501825-225
સરસિયું તેલ232023200
સનફ્લાવર25402200-340
મકાઈનું તેલ21302010-20
વનસ્પતિ ઘી19501720230
કોપરેલ તેલ32003160-40
દિવેલ1790180010

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...