તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ત્યારે દિવાળીના તહેવારો બાદ કોરોનાએ માથું ઉચક્યું છે અને સરકાર સફાળી જાગી ગઈ છે. સૌરાષ્ટ્રમાં કોરોના વકરતા રાજકોટની સિવિલ પર થોડું ભારણ વધી ગયું છે અને દર્દીઓની સંખ્યા પણ ધીમે-ધીમે વધી રહી છે. રાજકોટની કોરોના હોસ્પિટલની વાત કરીએ તો છેલ્લા 15 દિવસમાં 200 દર્દીઓનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. Divyabhaskarએ ગ્રાઉન્ડ રિયાલિટી ચકાસતા અમુક આંકડાકીય વિગતો જાણવા મળી છે. ફોરેન્સિક વિભાગના વડા હેતલ ક્યાડે જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી થોડુંક ભારણ વધ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં 50 ટકાથી વધુ બેડ ખાલી છે- ડો.ક્યાડા
ફોરેન્સિક વિભાગના વડા ડોક્ટર હેતલ ક્યાડાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. જેથી એડમીટની સંખ્યા વધી છે. અત્યારે 590 માંથી 200 જેટલા બેડ ફુલ છે. છેલ્લા એક અઠવાડિયાથી થોડુંક ભારણ વધ્યું છે. અત્યારે 50 ટકાથી વધુ બેડ ખાલી છે. મહત્વનું છે કે રાજકોટમાં અત્યાર સુધીમાં 11 હજાર 557 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 10 હજાર 512 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
આજથી કેન્સર હોસ્પિટલમાં કોવિડ વોર્ડ શરૂ
સૌરાષ્ટ્રની પરિસ્થિતિને ધ્યાને લઈને અને રાજકોટમાં બહાર ગામથી દર્દીઓની સંખ્યા વધતા કલેક્ટરે પણ આજે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કલેક્ટરે આજથી ફરી કેન્સર હોસ્પિટલને કોવિડ વોર્ડમાં ફેરવી નાખી છે. કેન્સર હોસ્પિટલમાં કુલ 192 બેડ અને ઓક્સિજનની સુવિધા રહેશે. હાલ ડોક્ટર્સ, નર્સ અને હેલ્થ વર્કર સહિતનો જે જૂનો સ્ટાફ હતો તેની જ નિમણૂંક કરી દેવામાં આવી છે.
પાટીલની રેલી બાદ કોરોના પોઝિટિવ કેસ વધ્યાં
પેટાચૂંટણીના પ્રચાર માટે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં આવેલા સી.આર.પાટીલની રેલી બાદ એક બાદ એક નેતાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતાં. પાટીલની રેલી બાદ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ, મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ, પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર, અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકી અને રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી, પૂર્વ ડે.મેયર ભીખાભાઈ વસોયા સહિત અનેક ભાજપના નેતાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામ લોકો પાટીલની રેલીમાં જોડાયા હતા.
હોસ્પિટલ | કુલ બેડ | ખાલી બેડ |
પીડીયુ | 590 | 369 |
સમરસ DCHC | 560 | 560 |
ESIC | 41 | 41 |
કેન્સર હોસ્પિટલ | 192 | 192 |
SDH ગોંડલ | 54 | 27 |
SDH જસદણ | 24 | 11 |
SDH ધોરાજી | 35 | 41 |
ખાનગી હોસ્પિટલો | 1076 | 664 |
કુલ | 2572 | 1874 |
તારીખ | સંખ્યા |
7 ડિસેમ્બર | 10 |
6 ડિસેમ્બર | 6 |
5 ડિસેમ્બર | 3 |
4 ડિસેમ્બર | 12 |
3 ડિસેમ્બર | 6 |
કુલ | 37 |
તારીખ | સંખ્યા |
7 ડિસેમ્બર | 30 (બપોર સુધીમાં) |
6 ડિસેમ્બર | 96 |
5 ડિસેમ્બર | 101 |
4 ડિસેમ્બર | 93 |
3 ડિસેમ્બર | 93 |
કુલ | 419 |
દિવાળીના તહેવાર પર ગુંદાવાડી અને કેવડાવાડી વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા
DivyaBhaskarએ નાયબ આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડ સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે વોર્ડ નંબર-7માં એટલે કે ગુંદાવાડી અને કેવડાવાડી વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં 10 ટકાનો ઉછાળો આવ્યો હતો દિવાળીની ભીડને લઈને અહીં સંક્રમણનું પ્રમાણ વધ્યું હતું. રાજકોટમાં જ્યાં ખરીદી થઇ એ જ વિસ્તારોમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા હતાં. રાજકોટના અન્ય વોર્ડ કરતાં જ્યાં બજારો આવેલાં છે તેવા વોર્ડ નં.7 અને વોર્ડ નં.14માં સૌથી વધુ કેસ નોંધાયા હતાં. દિવાળી સમયે આ બજારોમાં ખરીદીને લઈને ભારે ભીડ જોવા મળતી હતી.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.