• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Saurashtra Kutch, 3866 Voters Have Crossed The Century Mark, The Highest In Bhavnagar At 628 And The Lowest At 109 In Porbandar.

રાજકોટના સમાચાર:સૌરાષ્ટ્ર-કચ્છમાં સદી વટાવી ચૂકેલા 3866 મતદારો, સૌથી વધુ ભાવનગરમાં 628 અને સૌથી ઓછા પોરબંદરમાં 109 મતદારો નોંધાયા

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 100 વર્ષથી વધુ વય ધરાવતા કુલ 10,357 મતદાતાઓ નોંધાયેલા છે. જે પૈકી સૌરાષ્ટ્ર અને કચ્છ એમ 12 જિલ્લાઓમાં 3866 મતદારો છે. આ મતદારો પોતાના મતાઅધિકારનો ઉપયોગ કરી લોકશાહીને વધુ મજબુત બનાવશે. સૌરાષ્ટ્ર-કચ્છના બાર જિલ્લાની વાત કરીએ તો ભાવનગરમાં 628 શતાયુ મતદારો, રાજકોટ-527, કચ્છ 444, જુનાગઢ-395,અમરેલી-372,જામનગર-298,ગીર સોમનાથ-297 ,સુરેન્દ્રનગર-297,મોરબી-175, દેવભૂમિ દ્વારકા-174,બોટાદ-168 અને પોરબંદર જિલ્લામાં 109 મતદારો સો વર્ષની આયુ ધરાવે છે. આમ જોઇએ તો ભાવનગર જિલ્લામાં સૌથી વધુ 628 અને સૌથી ઓછા પોરબંદર જિલ્લામાં 109 મતદારો છે.

ચૂંટણીમાં ફરજની મુક્તિ માટે કર્મચારીના બહાના
ચૂંટણી જાહેર થાય એટલે સરકારી કર્મચારીઓમાં સોપો પડી જતો હોય છે કારણ કે ચૂંટણીની ફરજમાં તેમને સીધા આદેશ આવતા જે સ્થળ અને જે સમય કહે ત્યાં પહોંચવાનું હોય છે. ઘણા એવા પણ કર્મચારીઓ છે જેઓ બધી જ યુક્તિ પ્રયુક્તિ ઓર્ડર ન આવે અને ઓર્ડર આવે તો કેન્સલ કરવામાં વાપરી નાખે છે.આ માટે બીમારી, અસ્વસ્થતા, સામાજિક અને પારિવારિક કારણો આગળ ધરી દેતા હોય છે પણ આ તમામ માટે રાજકોટ જિલ્લાએ નવી પ્રેરણાનો કિસ્સો ધર્યો છે. જિલ્લામાં દિવ્યાંગ સરકારી કર્મચારીઓ 24 કલાક ફરજ બજાવી રહ્યાં છે અને તેમને સૌથી મહત્ત્વની કામગીરી એવી મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીમાં સમાવાયા છે. આ કમિટીનું કામ જાહેર પ્રસારણોમાં આચારસંહિતા ભંગની નાનામાં નાની ક્ષણ પણ પકડવાની હોય છે અને તેનો રિપોર્ટ બનાવવાનો હોય છે.

દિવ્યાંગો કરે છે 24 કલાક કામ
રાજકોટ જિલ્લાની આ કમિટીમાં ફક્ત દિવ્યાંગ કર્મચારીઓને સામેલ કરવા માટે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ વિચાર કર્યો હતો. તેમનો આ વિચાર તમામ દિવ્યાંગ કર્મચારીઓને ગમ્યો હતો અને હોંશે હોંશે આગળ આવ્યા હતા.આ મામલે કલેક્ટરે જણાવ્યું હતું કે, ‘કમિટીમાં કામ કરવા માટે બધા જ કર્મચારીઓમાં ઉત્સાહ છે અને ઘણા લોકોએ તો રાતની શિફ્ટમાં કામ કરવા માટે સામેથી તૈયારી બતાવી છે. ગુજરાતમા પ્રથમ પ્રયોગ છે કંટ્રોલરૂમમાં ફરજ બજાવવા માટે તમામ કર્મચારીઓ માટે ડ્રેસ કોડ પણ નક્કી કરાયો છે અને તેમાં જ તેઓ ફરજ નિભાવી રહ્યાં છે. રાજકોટ જિલ્લામાં ચૂંટણીને લઈને જે ઓબ્ઝર્વરની નિમણૂકો કેન્દ્રીય ચૂંટણી પંચે કરી છે તે અધિકારીઓને પણ આ મામલે માહિતી મળતા તેઓ પણ કંટ્રોલરૂમની મુલાકાતે આવ્યા હતા અને તેની નોંધ લીધી હતી.