રશિયા- યુક્રેન યુધ્ધ બાદ ઊંચકાયેલા તેલના ભાવ ઓછા થવાનું નામ જ નથી લેતા. રોજેરોજ નજીવી રકમનો તેલમાં વધારો થઇ રહ્યો છે. પરંતુ એક મહિનાનું સરવૈયું કાઢીએ તો એક મહિનામાં સૌરાષ્ટ્રની જનતા પર તેલના ભાવવધારાને કારણે રૂ. 15 કરોડથી વધુ રકમનો આર્થિક બોજ આવ્યો છે. વેપારીઓના જણાવ્યાનુસાર પામતેલની આયાત ઘટી રહી છે. જેને કારણે ઘરઆંગણે મુખ્ય તેલના ભાવ ઊંચકાયા છે.
તેલના સતત ભાવ વધી રહ્યા છે
એક મહિનામાં સીંગતેલમાં રૂ. 150 અને કપાસિયા તેલમાં રૂ. 120નો ભાવ વધારો થયો છે. શુક્રવારે સીંગતેલમાં ભાવ વધારો આવતા સીંગતેલનો ડબ્બો રૂ. 2750 નો થયો હતો. આમ 2800એ પહોંચવામાં માત્ર રૂ. 50નું જ છેટું રહ્યું છે. વેપારીઓ જણાવે છે કે, પામમાં હજુ નવો પાક આવતા એક મહિનો લાગશે અને ત્યારબાદ ભાવ કાબૂમાં આવી શકે છે. ત્યાં સુધી ભાવ ઊંચા જ રહેશે. તેલના સતત ભાવ વધી રહ્યા છે. એટલે સામાન્ય વર્ગ એકી સાથે ખરીદી કરવાને બદલે છુટક- છુટક ખરીદી કરી રહ્યા છે. હાલમાં અત્યારની ખરીદી હોટેલ- રેસ્ટોરન્ટ, લગ્નપ્રસંગ માટે પણ ખરીદી ચાલુ છે.
સીંગતેલના ભાવમાં દિનપ્રતિદિન ફેરફાર
શુક્રવારે સીંગતેલનો ભાવ રૂ. 2750, કપાસિયા રૂ. 2690, પામોલીન તેલ રૂ. 2445, સરસવ તેલ રૂ. 2460, દિવેલ રૂ. 2460, સનફલવાર રૂ. 2560, કોર્ન ઓઈલ રૂ. 2380, વનસ્પતિ ઘી રૂ. 2560, કોકોનેટ રૂ. 2630 અને દિવેલનો ભાવ રૂ. 2400એ પહોંચ્યો હતો.
ભાવવધારા માટે વેપારીઓએ આ કારણો જવાબદાર ગણાવ્યાં
એક માસમાં સીંગતેલમાં રૂ. 150 વધ્યા | ||
તેલનું નામ | 15 માર્ચેભાવ | 15 એપ્રિલે ભાવ |
સીંગતેલ | 2600 | 2750 |
કપાસિયા | 2520 | 2640 |
પામોલીન | 2440 | 2445 |
સરસવ | 2500 | 2460 |
સનફલવાર | 2490 | 2560 |
કોર્ન ઓઈલ | 2360 | 2380 |
વનસ્પતિ ઘી | 2550 | 2560 |
કોકોનેટ | 2630 | 2630 |
દિવેલ | 2410 | 2400 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.