સૌરાષ્ટ્રના દિગ્ગજો પૈકી માત્ર 7 જ જીત મેળવી શક્યા છે તેની સામે 13ની હાર થઈ છે. જે જીત્યા છે તેમાંથી 6 ભાજપના જ્યારે એક જ કોંગ્રેસના છે. રાજકોટ જિલ્લામાં જયેશ રાદડિયા અને કુંવરજી બાવળિયા મોટા ગજાના ગણાય કે જે પરંપરાગત સીટ જાળવે છે તેમને જીત મળી હતી.
આ સિવાય ધોરાજીમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય લલિત વસોયાની હાર થઈ છે. આ ઉપરાંત જ્યાં બે દિગ્ગજ ટકરાયા છે તે પોરબંદરની બેઠકમાં અર્જુન મોઢવાડિયા અને બાબુ બોખીરિયા વચ્ચે જંગ હતી જેમાં કોંગ્રેસના મોઢવાડિયા 8181 મતે જીત્યા છે.
બીજી તરફ ખંભાળિયાની બેઠક હાઈપ્રોફાઈલ બની હતી તેમાં કોંગ્રેસના વિક્રમ માડમ અને આપના ઈશુદાન વચ્ચે લડાઈ હતી જોકે આ બંને નેતા વચ્ચે જીત મુળુ બેરાની થઈ છે. જ્યારે જામજોધપુરમાં ચીમન સાપરિયા જેવા જૂના જોગીને આમ આદમી પાર્ટીના હેમંત આહીરે 10403 મતે હરાવી દીધા છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ પેટાચૂંટણી જીતનાર માણાવદર બેઠકમાં જવાહર ચાવડા બીજી વખત ભાજપમાંથી ચૂંટાઈ શક્યા નહિ અને સીટ ફરી કોંગ્રેસ પાસે જતા અરવિંદ લાડાણી જીત્યા છે. સૌથી છેલ્લે તાજેતરમાં જ ભાજપમાં ભળી જનાર હર્ષદ રિબડિયાને પણ વિસાવદર બેઠકમાં ભૂપેન્દ્ર ભાયાણી સામે હાર ખમવી પડી છે.
વાંકાનેરમાં દાયકાઓથી જે બેઠક પર મહંમદ પીરઝાદાનું પ્રભુત્વ છે તે જીતુ સોમાણી સામે 19955 મતે હાર્યા છે. કોંગ્રેસમાં વિપક્ષી નેતા રહી ચૂકેલા પરેશ ધાનાણી અમરેલીની બેઠકમાં 46657ની જંગી સરસાઈથી કૌશિક વેકરિયા સામે હાર્યા છે તેવી જ રીતે મહુવામાં પણ ડો. કનુ કલસરિયાને મહાત મળી છે.
ભાજપના જીતેલા દિગ્ગજો | |
કાંતિ અમૃતિયા | મોરબી |
પરસોતમ સોલંકી | ભાવનગર ગ્રામ્ય |
જીતુ વાઘાણી | ભાવનગર પશ્ચિમ |
જયેશ રાદડિયા | જેતપુર |
કુંવરજી બાવળિયા | જસદણ |
ભાજપના આ નેતા હારી ગયા | |
ચીમન સાપરિયા | જામજોધપુર |
બાબુ બોખીરિયા | પોરબંદર |
જવાહર ચાવડા | માણાવદર |
હર્ષદ રિબડિયા | વિસાવદર |
કોંગ્રેસના એક નેતાની જીત | |
અર્જુન મોઢવાડિયા | કોંગ્રેસ |
આ કોંગ્રેસી નેતા હાર્યા | |
લલિત કગથરા | ટંકારા |
મહંમદ પીરઝાદા | વાંકાનેર |
લલિત વસોયા | ધોરાજી |
વિક્રમ માડમ | ખંભાળિયા |
પુંજા વંશ | ઉના |
પરેશ ધાનાણી | અમરેલી |
ડો. કનુ કલસરિયા | મહુવા |
વિરજી ઠુમ્મર | લાઠી |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.