તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:સૌની યોજનામાં 35 તળાવ અને 224 ચેકડેમ ભરાયા

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગામી બે થી ત્રણ માસ સુધી લોકોને પીવાના પાણીની સમસ્યા નહી સર્જાય

સિંચાઈ વિભાગે લિંક-1 હેઠળ કુલ 6 દિવસ પાણી છોડવામાં આવ્યું છે, જેમાં 1 તળાવ, 62 ચેકડેમ ભરવામાં આવ્યા છે. એવી જ રીતે લિંક-2 હેઠળ કુલ 32 દિવસ પાણી છોડાયું છે, જેમાં 16 તળાવ, 80 ચેકડેમ, 7 ડેમ ભરવામાં આવ્યા છે. ત્યારે લિંક-3માં કુલ 29 દિવસ પાણી વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં 10 તળાવ, 77 ચેકડેમ, 4 ડેમને ભરવામાં આવ્યા છે, જ્યારે લિંક-4માં 8 તળાવ, 5 ચેકડેમ અને 1 ડેમ ભરવામાં આવ્યા છે.

બીજી તરફ હાલ સરકાર દ્વારા ચેકડેમોના સમારકામ પણ શરૂ કરવામાં આવ્યા છે, અને જ્યાં જરૂર લાગે ત્યાં તળાવોને પણ ઊંડા કરવામાં આવી રહ્યા છે, જેથી પાણીનો સંગ્રહ કરી શકાય અને જરૂરિયાતના સમયે તેને ઉપયોગમાં પણ લઇ શકાય. માત્ર સિંચાઈ વિભાગ જ નહિ, સામાજિક સંસ્થાઓ પણ પોતાની નૈતિક જવાબદારી સમજી આ કાર્ય કરી રહ્યા છે અને ઘણા ઉદ્યોગપતિઓ ડેમોને પણ દત્તક લેવાની યોજનાઓ બનાવી રહ્યા છે.

આગામી દિવસોમાં એટલે ચોમાસા પૂર્વે બાકી રહેતા નાના-મોટા જળાશયોને પણ સૌની યોજના હેઠળ ભરી દેવામાં આવશે. રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં 600 એમસીએફટી પાણી ભરી દેવામાં આવ્યું છે, જે આગામી 31 ઓગસ્ટ સુધી ચાલી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો