આયોજન:રનિંગ ચેલેન્જમાં રાજકોટ દેશભરમાં પ્રથમ, 28 લોકો 829 કિ.મી. દોડ્યા

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રે જાહેર કર્યા ફ્રિડમ ટુ વોક, સાઇકલ ચેલેન્જ એવોર્ડ
  • નાયબ કમિશનર નંદાણી​​​​​​​ 111 કિ.મી., જ્યારે ઈજનેર ગજેરા 26 કલાક દોડ્યા

કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયે ફ્રિડમ ટુ વોક અને સાઇકલ ચેલેન્જ એવોર્ડ જાહેર કર્યા છે. જેમાં રાજકોટને રનિંગમાં ગોલ્ડ મેડલ જ્યારે સાઇકલિંગમાં ટોપ ટેનમાં સ્થાન મળ્યુ છે. રાજકોટ શહેરમાં ફ્રિડમ ટુ વોક માટે 28 લોકોએ રજિસ્ટ્રેશન કર્યા હતા અને તેઓ 829 કિ.મી. રનિંગ કરતા પ્રથમ સ્થાન મળ્યું છે. આ સિવાય સાઇકલ ચેલેન્જમાં પણ રાજકોટે ભાગ લીધો હતો અને ટોપ ટેનમાં સ્થાન મેળવ્યુ હતુ. રનિંગમાં માત્ર શહેર જ નહિ પણ નાગરિકો અને કર્મચારીઓને પણ ઈનામ અપાયા હતા.

તે પૈકી સિટી લિડર્સમાં રાજકોટ મનપાના આસિ. ઈજનરે પ્રવીણ ગજેરાને દોડવામાં 26 કલાક ગાળવા તેમજ રનિંગની 20 એક્ટિવિટી બદલ બે વિભાગમાં સિટી લિડર તરીકે જાહેર કરાયા છે. જ્યારે સરકારી અધિકારીઓની શ્રેણીમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી 111 કિ.મી. દોડ બદલ તેમને સિટી લિડર જાહેર કરાયા છે.બીજી તરફ સાલકલિંગમાં રજીસ્ટ્રેશનની બાબતમાં ટોપ-5માં રાજકોટ રહ્યુ હતુ જો કે 500 સાયકલ સવારોએ 700 કિ.મી. સાયકલિંગ કર્યાનું નોંધાયુ છે પણ સિટીઝન પર્ફોમન્સમાં જ્યાં રાજકોટ રનિંગમાં પ્રથમ છે જ્યારે સાયકલિંગમાં ટોપ-10માં પણ આવી શક્યુ નથી.

અન્ય સમાચારો પણ છે...