• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rukhdiapara, A Young Man, Fed Up With The Affair, Set Himself On Fire By Sprinkling Petrol In Front Of His Mother in law.

રાજકોટ ક્રાઇમ ન્યુઝ:રૂખડીયાપરામાં આડાસંબંધથી કંટાળી યુવકે સાસુ-પત્નીની નજર સામે પેટ્રોલ છાંટી જાત જલાવી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટના રૂખડીયાપરામાં હાજીપીરની દરગાહ પાસે રહેતાં યુવકે રાતે સાડા નવેક વાગ્‍યે શરીરે પેટ્રોલ છાંટી બાદમાં બાઇક પર બેસી જુના મોરબી રોડ પર સીટી સ્‍ટેશન સામે સાસુના ઘર પાસે જઇ સાસુ-પત્‍નિની નજર સામે જ કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. હાલ યુવક સારવાર હેઠળ છે. પોતાને અન્‍ય મહિલા સાથે લફરૂ હોઇ આ કારણે પત્‍નિ અઠવાડીયાથી માવતરે જથી રહી હોઇ પોતાનો મગજ ભમતો હોવાથી આ પગલુ ભર્યાનું તેણે રટણ કર્યુ હતું.

પત્ની માવતરે જતી રહી હતી
યુવકે હોસ્‍પિટલના બિછાનેથી જણાવ્‍યું હતું કે, તેને 6 વર્ષ પૂર્વે કૌટુંબિક મહિલા પ્રેમસંબંધ હતો, હાલ આ સંબંધનો આવ્યો છે છતાં એ મહિલા તેને મળવા આવતી હતી. પત્નીને સમગ્ર બાબતની જાણ થતા તે માવતરે જતી રહી હતી. આ કારણે તેનો મગજ સતત ભમતો હોઇ રાતે ઘરેથી નીકળી મોરબી રોડ પર જઇ પેટ્રોલ છાંટયું હતું અને બાદમાં સાસુના ઘર પાસે ગયો હતો. ત્‍યાં સાસુ અને પત્ની બંને બહાર બેઠા હોઇ તેની નજર સામે જ શરીરે કાંડી ચાંપી અગ્નિસ્નાન કરવાનો પ્રયાસ કર્યો હતો.હાલ પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

ફોનમાં વાત કરતા તરુણ પાળીએથી પટકાયો
રાજકોટ શહેરના બાપા સીતારામ ચોક પાસે શાલીગ્રામ એવન્યુમાં રહેતો 16 વર્ષીય તરૂણ ગઈકાલે તેના પિતા સાથે જીવરાજ પાર્ક નજીક આવેલા સિદ્ધિ હેરિટેજમાં મિસ્ત્રી કામ અર્થે ગયો હતો. ત્યાં મોબાઈલ પર વાતચીત કરતી વેળાએ ફ્લેટના રસોડામાં આવેલી પાળીએ બેઠો હતો ત્યારે અચાનક નીચે પટકાતા તેમને ઇજા પહોંચી હતી જેથી તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

દહિંસરા ગામે યુવકે ઝેરી દવા પીઘી, કારણ અકબંધ
રાજકોટ જિલ્લાના જસદણના દહિંસરા ગામે રહેતા મુકેશ જીવાભાઈ પરમાર (ઉ.વ.32) નામના યુવાને 8 દિવસ પહેલા કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે તેનું ગઈકાલે મોડીરાત્રે સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જે બાદ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જસદણ પોલીસ મથકના સ્ટાફે કારણ જાણવા માટે તજવીજ શરૂ કરી છે.

રાજકોટમાં સાસરિયાઓએ માથાકુટ કરી યુવતીને ઢીકાપાટુનો મા૨ માર્યો
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા અક્ષરનગરમાં રહેતા બંસીબેન વિવેકભાઈ સોલંકી નામની 20 વર્ષીય પરિણીતાએ તેમના પતિ વિવેક, રશ્મીબેન અને ખુશ્બુએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતા બંસીબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

સોનુ અને રોકડ રકમ લેતી આવ કહીં ત્રાસ આપતા
બંસીબેનના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેના લગ્ન નવ મહિના પહેલા મોબાઈલની દુકાન ધરાવતા વિવેક સાથે થયા હતા. લગ્નના એક માસ સુધી સારી રીતે રાખ્યા બાદ સાસરીયાવાળા દહેજની માંગણી કરતા હતા અને કહેતા હતા કે, તારા પિતાએ સોનુ આપ્યું નથી. સોનુ અને રોકડ રકમ તારા માવતરથી લેતી આવ તેમ કહીં ત્રાસ આપતા હતા. બનાવ બાદ કંટાળી ગયેલી બંસી તેના માવતરે ચાલી ગઈ હતી. મોબાઈલ પોલીસ મથકમાં અરજી કરતાં મહિલા પોલીસ મથકના સ્ટાફે બે દિવસ પહેલા જ સાસરીયાઓ અને બંસીના માવતરને બોલાવી બંને પક્ષે સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ બંસી ફરી તેની સાસરીમાં રહેવા ગઈ હતી. ત્યારબાદ આજે સવારે ફરી પતિ સહિતના સાસરીયાઓ માથાકુટ કરી બંસીને ઢીકાપાટુનો માર મારતા ઇજાગ્રસ્ત બંસીને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. બનાવ અંગે બંસીના માવતરને પોલીસે જાણ કરી હતી. હાલ ગાંધીગ્રામ પોલીસ નિવેદન લેવા સિવિલ હોસ્પિટલે પહોંચી હતી અને ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

માતાજીના મંદિરમાંથી ચોરીની ફરીયાદ
રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલા મેલડી માતાજીના મંદિરમાંથી થોડા દિવસ પહેલા રોકડ રકમ ઘી અને તેલની ચોરી થયાની એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કોઠારીયા રોડ આનંદનગર કોલોની પાસેથી મંદિરમાંથી ચોરી કરનાર શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રામનાથપરા શેરી નંબર 6માં આવેલા મેલડી માતાજીના મંદિરમાંથી ચોરી કરનાર શખ્સની ઓળખ કરી દિનેશ બાવળાની ધરપકડ કરી તેની પાસેથી રોકડા રૂપિયા 5,430, એક ઘીની બરણી, તેલનું પ્લાસ્ટીકનું કેન અને એક સાઈકલ સહિત રૂપિયા 9,330નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.