મારામારી:રાજકોટના રામનાથપરામાં પાડોશીઓ વચ્ચે બબાલ, નશામાં ધૂત શખ્સે પાડોશીને જાનથી મારી નાખવાની ધમકી આપી, વાહનોમાં તોડફોડ કરી

રાજકોટ2 મહિનો પહેલા
વાહનોમાં તોડફોડ કરી હતી
  • દારૂના નશામાં ચંદ્રેશ ઉર્ફે હકો કેસરાણીએ છોડાવવા આવેલા લોકો સાથે પણ માથાકૂટ કરી, ફરિયાદ દાખલ

રાજકોટના રામનાથપરામાં ગત રાત્રે બે પાડોશીઓ વચ્ચે બબાલ થયાનો મામલો સામે આવ્યો છે. જેમાં નશામાં ધૂત શખ્સે પાડોશીને જાનથી મારી નાખવાની ધમકી આપી વાહનોમાં તોડફોડ કરી હતી. જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ચંદ્રેશે વિજયના માથા પર ઈંટના ઘા મારી તેને ઇજા પહોંચાડી હતી
ચંદ્રેશે વિજયના માથા પર ઈંટના ઘા મારી તેને ઇજા પહોંચાડી હતી
વાહનોમાં તોડફોડ કરી હતી
વાહનોમાં તોડફોડ કરી હતી

માથા પર ઈંટના ઘા મારી તેને ઇજા પહોંચાડી
આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના રામનાથપરા વિસ્તારમાં ભવાની નગર ખાતે બે પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ચંદ્રેશ ઉર્ફે હકો કેસરાણીએ દારૂના નશામાં તેના પાડોશી વિજય ચૌહાણ સાથે મારામારી કરી હતી. જેમાં ચંદ્રેશે વિજયના માથા પર ઈંટના ઘા મારી તેને ઇજા પહોંચાડી હતી. જેથી આ સંગે મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

એ ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરી
આ સમયે પણ નશામાં ધૂત ચંદ્રેશે વિજય ચૌહાણને જાનથી મારી નાખવાની ધમકી આપીને આસપાસના વાહનોમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર મામલે ફરિયાદી વિજય ચૌહાણે નોંધાવી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને એ ડિવિઝન પોલીસે આરોપી ચંદ્રેશ ઉર્ફે હકા વિરુધ્ધ પ્રોહિબિશન એક્ટ અને આઇપીસી કલમ 323, 504, 506(2) અને GP એક્ટ કલમ 37(1), અને 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.