તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંતરિક ડખા:રાજકોટના વોર્ડ 1 માં કોંગ્રેસના કાર્યકરોમાં ટિકિટ નો કકળાટ, કાર્યાલયે લાગણી અને માંગણીના દ્રશ્યો સર્જાયા.

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર સમિતિમાં સ્થાન ન મળતા સીનીયરો આગેવાનો રોષે ભરાયા
  • વોર્ડ નં-1ના આગેવાનો પહોંચ્યા કોંગ્રેસ કાર્યાલયે, મિટિંગ અટકાવી
  • અશોક ડાંગરનો લૂલો બચાવ : અમુક આગેવાનોની ટિકિટ અંગેની માંગણી અને લાગણીને અમે સમજીએ છીએ, યોગ્ય નિર્ણય કરશું

રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણી આવતા ભાજપ અને કોંગ્રસમાં નિયમો બદલાતા બન્ને પક્ષો માં વિવાદનું વાવાઝોડું સર્જાયું છે, જ્યાં તાજેતરમાં કોંગ્રેસે 22 ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કર્યું છે, જેનાથી પક્ષમાં આજ રોજ આંતરીક અસંતોષ ઉત્પન્ન થયો હતો જેને અનુસંધાને અમુક સિનિયર આગેવાનો તાબડતોડ રાજકોટ કાર્યાલયે પહોંચી ગયા હતા. અને ત્યાં ઉપસ્થિત આગેવાનોની ટિકિટ માટેની ખેંચતાણે લાગણી અને માંગણીના દ્રશ્યો સર્જ્યા હતા.

કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક ડાંગર
કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક ડાંગર

આગેવાનોની ટિકિટ અંગેની માંગણી અને લાગણીને અમે સમજીએ છીએ, યોગ્ય નિર્ણય લેશું : અશોક ડાંગર
21મીએ યોજાનારી કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસે ગઇ મોડી સાંજે જુદા-જુદા વોર્ડમાં 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. આ અંગે Divyasbhaskar સાથે વાત કરતા શહેર પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે,"કોંગ્રેસ એક પરિવાર છે અને પરિવારના સભ્યોમાં મતભેદ તો થયા કરે, સ્વાભાવિક છે કે એક ટિકિટ માટે ત્રણ મેદવારો હોય તો બધાને ટિકિટ ન આપી શકાય, અમે આગેવાનોની ટિકિટ અંગેની માંગણી અને લાગણીને અમે સમજીએ છીએ, ટૂંક સમયમાં આ અંગે યોગ્ય નિર્ણય લેશું. દરેક કાર્યકર અને આગેવાનને રજુઆત કરવાની છૂટ છે, અહીં આગેવાનો તેમની લાગણી વ્યક્ત કરવા આવ્યા હતા એ મેં પ્રમુખ તરીકે સાંભળી લીધી"

નેતાઓ તાબડતોબ અમદાવાદ પ્રદેશ કાર્યાલયે દોડી ગયા
પક્ષની કોર કમિટીના નવા લિસ્ટમાં પોતાના રહી ગયા હોવાના કારણે અમુક નેતાઓ તાબડતોબ અમદાવાદ પ્રદેશ કાર્યાલયે પહોંચી ગયા હતા અને પ્રદેશ નેતાઓ સમક્ષ રજુઆત કરવામાં આવી છે. એમ મનાય છે કે કોંગ્રેસ બીજુ લીસ્ટ આજે જાહેર કરવાની છે અને તેમાં પ્રથમ લીસ્ટની જેમ નામોની બાદબાકી ન થઇ જાય તે માટે આગેવાનોએ અત્યારથી જ દબાણની રણનીતિ શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે કોંગ્રેસના નેતાઓ દ્વારા 360 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા જેનાથી રાજકારણ ગરમાયુ છે, અહીં એવું પણ સામે આવી રહ્યુ છે કે ડમી ઉમેદવારો અને અપક્ષના ઉમેદવારના ફોર્મ ઉપડાયા છે.

કાર્યાલયે ઉપસ્થિત આગેવાનો-કાર્યકરો
કાર્યાલયે ઉપસ્થિત આગેવાનો-કાર્યકરો

પ્રથમ લીસ્ટમાં જ ઘણા બધા અપેક્ષીત નામો કપાઇ ગયા
22 ઉમેદવારોના નામ જાહેર થઇ જવાના પગલે શહેર કોંગ્રેસ પ્રમુખે તમામ ઉમેદવારોને બોલાવ્યા હતા અને ફોર્મ ભરવા માટેના જરૂરી દસ્તાવેજ સહિતની બાબતોએ માર્ગદર્શન આપવાની તૈયારી કરી હતી. જ્યાં ઉપસ્થિત આગેવાનોમાં માત્ર શહેર પ્રમુખ અશોક ડાંગર, અને પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા જ ઉપસ્થિત હતા એવા સમયે સંખ્યાબંધ કાર્યકરો-આગેવાનો કોંગ્રેસ કાર્યાલયે ઉમટી પડયા હતા. જેનાથી મિટિંગ પણ સ્થગિત કરવી પડી હતી, અને આસંતુષ્ટ આગેવાનોની રજુઆત સાંભળવાનો વારો આવ્યો હતો.આમ તો કોંગ્રેસે કોર્પોરેશનની ચૂંટણી માટે ગઇકાલે 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે. આજે વધુ નામો જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. અને શક્ય છે કે નવુ લીસ્ટ જાહેર થતાં પૂર્વે હજુ મોટી ખેંચતાણ સર્જાશે .

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો