ભાસ્કર વિશેષ:રાજકોટના પોલીસ પરિવારના કાર્યક્રમમાં ઉઝબેકિસ્તાનના બે ભાઈઓ ગુજરાતીમાં ભજન લલકારશે ‘વૈષ્ણવજન તો...

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસનો કાર્યક્રમ હોવાથી હિન્દી ફિલ્મ સિંઘમનું ગીત ગાયને પાનો ચડાવશે
  • હિન્દી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, તમિલ સહિત 10થી વધુ ભાષામાં ગાય શકે છે ગીત

બાળપણમાં બોલિવૂડ ગીતો સંભળાવતી માતા મતલુબાના પ્રોત્સાહનથી છેલ્લા આઠ વર્ષથી હિન્દી, ગુજરાતી સહિત 10થી વધુ ભારતીય ભાષામાં ગીતો ગાતા ઉઝબેકિસ્તાનના ખાખરામોન અને તેનો નાનો ભાઇ દોસ્તોનમેક રાજકોટના મહેમાન બન્યા છે. હિન્દી, ગુજરાતી ગીતોથી રાજકોટવાસીઓના દિલ જીતવા બંને ભાઇઓ બે દિવસ શહેરમાં પોતાના અવાજથી મંત્રમુગ્ધ કરશે. જેમાં શુક્રવારે પોલીસ હેડ ક્વાર્ટરમાં અને શનિવારે હેમુ ગઢવી હોલમાં યે દોસ્તી હમ નહિ તોડેંગેના શીર્ષક હેઠળ બોલિવૂડ ગીતોની ધૂન સંભળાવશે.

ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય તે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત હાવાસ-ગુરુહી સંસ્થા સાથે જોડાયેલા રાજકોટના મીરા મહેતા, વિમલ મહેતાના ખાસ આમંત્રણથી ઉઝબેકિસ્તાન રહેતા ખાખરામોન, દોસ્તોનમેક ગુરુવારે તેના પિતા સાથે રાજકોટ આવ્યા છે. ખાખરામોને દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, અમારા દેશમાં રાજકપૂરની ફિલ્મોના ગીતો લોકો બહુ ગાતા હતા. મારી માતા પણ અમને ગીતો સંભળાવતી હતી. જેમના પ્રોત્સાહનથી અમે બે ભાઇ અને બે બહેનનું એક બેન્ડ શરૂ કર્યું હતું.

સરળ હિન્દી ગીતો અમે ત્રણ દિવસમાં તૈયાર કરી શીખી જતા હતા. જ્યારે કોઇ અઘરું ગીત શીખવા માટે અમને આઠ દિવસનો સમય લાગતો હતો. ધીમે ધીમે હિન્દી ગીતો પર પ્રભુત્વ જમાવી લીધા બાદ ઇઝરાયેલ, અબુધાબી દેશોમાં ભારતીય ગીતોના કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું. આજે ભારતની હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, મલયાલમ, તમિલ સહિત દસથી વધુ ભાષામાં ગીત ગાઇએ છીએ. બોલિવૂડના 100થી વધુ ગીતો અમે ગાયા છે.

દોસ્તોનમેક 10 વર્ષની ઉંમરથી વાયોલિનમાં માહિર છે
20 વર્ષીય દોસ્તોનમેકે જણાવ્યું કે, તે દસ વર્ષની ઉંમરથી જ વાયોલિન વગાડે છે. જેને કારણે તેને વેસ્ટર્ન અને કલાસિકમાં મહારત હાંસલ કરી છે. અને 15થી વધુ વિદેશી સ્પર્ધાઓમાં ભાગ લઇ પોતાની કલાનો પરિચય આપ્યો છે. આ મહિનાના અંતમાં પોતે દિલ્હીમાં આઠ મહિના રહીને તબલા અને સ્વરની તાલીમ મેળવશે.

અન્ય સમાચારો પણ છે...