તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot's Panchnath Mandi 2, Two Persons Who Stole Visitors' Mobiles Were Caught Red handed And Handed Over To The Police.

મેથીપાકના LIVE દ્રશ્યો:રાજકોટના પંચનાથ મંદી૨માં દર્શનાર્થીઓના મોબાઈલ ચોરી કરતા બે શખ્સોને લોકોને રંગેહાથ પકડ્યા, જાહે૨માં ફટકારી પોલીસને હવાલે કર્યા

રાજકોટ15 દિવસ પહેલા
  • શહેરમાં થયેલી અન્ય ચોરીના ભેદ ખુલવાની શક્યતા

રાજકોટમાં આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શહેરના પંચનાથ મહાદેવ મંદી૨માં દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી. એ સમયે બે શખ્સો દ્વારા ભાવિકોના ખિસ્સામાં હાથ નાખી મોબાઇલ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ અંગે મંદિરમાં ઉપસ્થિત લોકોને ખ્યાલ આવી જતા ચોરોને રંગે હાથ પડકી જાહે૨માં મેથીપાક ચખાડ્યો હતો. અને એ ડીવીઝન પોલીસને હવાલે કર્યા હતા.

ચોરીના ભેદ ખુલવાની શક્યતા
પ્રાપ્ત માહિતી અનુસાર પંચનાથ મંદિરમાં ભોળાનાથના દર્શનનો લ્હાવો લેવા ઉભેલા લોકો વચ્ચે જઈને મોબાઈલ તફડાવવા જતાં બે લોકોને મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનથીઓએ રંગે હાથ પકડી પાડયા હતા અને મંદી૨ બહા૨ લઈ જઈ જાહે૨માં બન્નેને મેથીપાક ચખાડયો હતો. જે બાદ એ ડીવીઝન પોલીસને જાણ ક૨તા તેનો સ્ટાફ પંચનાથ મહાદેવ મંદીરે દોડી ગયો હતો. બંને આરોપીઓને પોલીસે દબોચી લઈને તેની વધુ પુછપ૨છ હાથ ધરી હતી. જેમાં અગાઉ શહે૨માં થયેલી ચોરીના ભેદ ખુલવાની શક્યતા છે.

ગ્રાહક હાજર હોવા છતાં મોબાઈલની ચોરી
રાજકોટ શહેરમાં આજથી 6 મહિનો પૂર્વે આવી જ એક ઘટના બની હતી જ્યાં શહેરના હાર્દ સમાન ધર્મેન્દ્ર રોડ પર બેગની દુકાનમાં ફકીરના વેશમાં યુવક ભિક્ષા માંગવા માટે આવે છે, વેપારી તેમજ ગ્રાહક હાજર હોવા છતાં ફકીર જેવા લાગતા આ યુવકે ગણતરીની સેકંડોમાં જ કાઉન્ટર પર પડેલ મોબાઈલની તસ્કરી કરીને ત્યાંથી નાસી ગયો હતો આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.