ધોળે દિવસે લૂંટ:રાજકોટના માયાણી ચોકમાં 3 શખ્સોએ યુવકને અટકાવી મારકૂટ કરી, ડેકીમાં રાખેલા રૂ.5 લાખ સાથે એક્ટિવા લઇ ફરાર

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસ સ્ટાફનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો - Divya Bhaskar
પોલીસ સ્ટાફનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો
  • પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી, કોઈ જાણભેદુ જ હોવાની શંકા

રાજકોટ શહેરના માયાણી ચોક નજીક સમી સાંજે એક્ટિવા તેમજ ડેકીમાં રાખેલા રૂપિયા 5 લાખની લૂંટ થયાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતાની સાથે જ રાજકોટ માલવિયા નગર તેમજ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભોગબનનારની પુછપરછ હાથ ધરી CCTV ફૂટેજ તપાસી કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ લૂંટની ઘટનામાં જાણભેદુ જ હોવાની શંકા સેવાઈ રહી છે.

વિશાલે તેમના શેઠ અને પોલીસને જાણ કરી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર 5 લાખ રૂપિયા એક્ટિવાની ડીકીમાં રાખી વિશાલ નામનો યુવક એક્ટિવા પર જતો હતો. એ દરમિયાન માયાણી ચોક નજીક ત્રણ શખ્સોએ આવી વિશાલ સાથે મારકૂટ કરી હતી અને એક્ટિવા લૂંટ ચલાવી હતી. નોંધનીય છે કે, વિશાલ પાસે તેના એક્ટિવામાં રૂપિયા 5 લાખ રોકડા પડેલા હતા જે તેઓ NR આંગણિયા પેઢીમાંથી લઇ આવતા હતા. દરમિયાન રસ્તામાં લૂંટની ઘટના બનતા વિશાલે તેમના શેઠ યોગેશભાઈ ગોધાણી અને પોલીસને જાણ કરી હતી.

ભોગબનનાર યુવકના શેઠ યોગેશભાઈ ગોધાણી
ભોગબનનાર યુવકના શેઠ યોગેશભાઈ ગોધાણી

CCTV ફૂટેજ તપાસી આગળ કાર્યવાહી હાથ ધરી
આ બનાવની જાણ થતાની સાથે જ માલવિયા નગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને SOG પોલીસ સ્ટાફનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી ભોગબનનાર અને તેમના શેઠની પુછપરછ કરી આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસી આગળ કાર્યવાહી હાથ ધરી છે.