વીડિયો વાઇરલ:રાજકોટની સિટી બસમાં ટિકિટ લેવા મામલે મુસાફર અને કંડક્ટર વચ્ચે ઝપાઝપી થઈ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે ફરી એક સિટી બસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં મુસાફર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેણે કંડક્ટર પાસે ટિકિટ માગતા કંડક્ટર દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે અને તેને મુસાફરને અપશબ્દ આપવામા આવ્યા હતા.

આ મુસાફર ખોટું બોલી રહ્યા છે
વાઇરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સિટી બસના ડ્રાઇવર અને કંડક્ટર દ્વારા મુસાફરને મારવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ એક જાગૃત નાગરિક દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના કેમેરામાં કેદ કરતા ડ્રાઇવર અને કંડક્ટર ત્યાંથી હટી જાય છે એ સમયે એક મહિલા મુસાફર ડ્રાઇવર અને કંડક્ટરનો પક્ષ લેતા એવું કહે છે કે, આ મુસાફર ખોટું બોલી રહ્યા છે. જ્યારે મુસાફર પોતાના પક્ષમાં એવું કહે છે કે તેઓ ઢેબર રોડ પર સિટી બસમાં ચડ્યા હતા.

આ રીતે મામલો બિચક્યો હતો
જે બાદ મુસાફરે કંડકટર પાસે ટિકિટ માંગી હતી ત્યારે કંડક્ટરે તેને ટિકિટ આપી ન હતી અને તેની સાથે દૂરવ્યવહાર કર્યો હતો અને મુસાફરને અપશબ્દો પણ કહ્યા હતા તેના પ્રત્યુતર સ્વરૂપે મુસાફરે કંડકટરને અપશબ્દ કહેતા મામલો બિચક્યો હતો અને કંડકટર તથા મુસાફર વચ્ચે ઝપાઝપી થઈ હતી ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા રાજકોટમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને રાજકોટની સીટી બસ ફરી વિવાદમાં સપડાય છે.

અન્ય સમાચારો પણ છે...