રાજકોટની ચૌધરી હાઈસ્કૂલમાં ધો.10-12નું પરીક્ષા કેન્દ્ર નિર્ધારતી કરવામાં આવ્યું છે. છતાં સિવિલ તંત્ર શાળાના મેદાનનો પાર્કિંગ તરીકે ઉપયોગ કરે છે ત્યારે કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ તંત્રને પત્ર લખી પાર્કિંગ શિફ્ટ કરી મેદાન ખાલી કરી આપવા કહેવામાં આવ્યું છે. ચૌધરી હાઈસ્કૂલ ખાતે પરીક્ષા કેન્દ્ર હોવાથી પરીક્ષા કેન્દ્રની 100 મીટર ત્રિજ્યામાં કોઈપણ અનઅધિકૃત પ્રવેશ માન્ય ન હોવાથી મેદાનમાંથી પાર્કિંગ હટાવવા માંગ કરવામાં આવી છે.
પરિક્ષા કાર્યવાહીમાં રુકાવટ
રાજકોટ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત ચૌધરી હાઈસ્કૂલ મેદાન ખાતેથી પાર્કિંગ અન્ય જગ્યા પર શિફ્ટ કરવા પત્ર લખી રજુઆત કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી દ્વારા તા.04.03.2023 ના રોજ આપેલ પત્ર મુજબ ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ માટે વાર્ષિક પરિક્ષાઓ તા. 14 માર્ચ થી 29 માર્ચ સુધી લેવાની હોઈ પરિક્ષા કાર્યવાહીમાં કોઇપણ પ્રકારની રૂકાવટ / પ્રતિકુળ અસર ન થાય થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટ જિલ્લા, રાજકોટ દ્વારા થયેલ હુકમ અન્વયે પરિક્ષા બિલ્ડીંગની આસપાસ 100 મીટર ત્રિજ્યામાં અન્ય કોઇપણ અનઅધિકૃત પ્રવેશ માન્ય નથી.
પરિક્ષાર્થીઓ સિવાય કોઈને પ્રવેશ નહીં
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનનાં SSC માર્ચ 2023 નાં પેપર વિત્તરણની ગોપનીય કાર્યવાહી પણ ચૌધરી હાઈસ્કૂલ બિલ્ડીંગમાં તારીખ 6 માર્ચ થી શરૂ થતા સુરક્ષાનાં ભાગરૂપે અનઅધિકૃત વ્યક્તિ તથા વાહનો માટે પ્રવેશ માન્ય નથી. ઉપરાંત પરિક્ષાઓ દરમ્યાન પરિક્ષા સ્થળની આસપાસ ગેરરીતી કરવાનાં ઈરાદાથી અનિયમિતતા ઉભી ન થાય તે માટે શાળાનાં ગ્રાઉન્ડ તથા શાળાની અંદરનાં ભાગમાં પરિક્ષાર્થીઓ સિવાય કોઈને પ્રવેશ ન અપાય.
ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં એન્ટ્રી નિષેધ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા મેજિસ્ટ્રેટ ના હુકમને ધ્યાનમાં રાખી આગામી તા. 10 માર્ચથી 29 માર્ચ સુધી ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં કોઈ એન્ટ્રી આપી શકાશે નહિ માટે હાલમાં મેદાનમાં થતા વાહનો પાર્કિંગ સિવિલ હોસ્પિટલમાં પાર્ક કરવાના રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.