દિવાળીએ ખાદીનો ક્રેઝ:રાજકોટમાં યંગસ્ટરને પણ લાગ્યું ખાદીનું ઘેલું, ગત વર્ષ કરતા આ વર્ષે 15થી 20 લાખનું વેચાણ વધ્યું, ડેનિમ ખાદીમાં 10 કલર ઉપલબ્ધ

રાજકોટએક મહિનો પહેલા
લોકો ખાદી ભવનમાં ખાદી ખરીદવા ઉમટ્યા.

રાજકોટ ખાદી ભંડારમાં ગત વર્ષ કરતા આ વર્ષે દિવાળીએ 15થી 20 લાખનું વધુ વેચાણ થયું છે. આની પાછળનું એકમાત્ર કારણ છે કે, યંગસ્ટર ખાદી પહેરતા થયા છે, આથી વેચાણ વધ્યું છે. હવે ખાદીમાં પણ અનવની ડિઝાઈનોમાં વસ્ત્રો મળતા થયા છે. આથી જ એક વર્ષમાં 20 લાખ જેટલું વધુ વેચાણ થયું છે. ખાદી ભંડારમાં પણ હવે ડેનિમ ખાદીમાં 10 કલરમાં વસ્ત્રો ઉપલબ્ધ છે. આથી યંગસ્ટરને ખાદી ખરીદવાનું ઘેલું લાગ્યું છે.

ખાદી વસ્ત્ર નથી વિચાર છે
ખાદી ભવનના મેનેજર જીતેન્દ્ર શુક્લએ જણાવ્યું હતું કે, હું 12 વર્ષથી મેનેજર તરીકે કામ કરું છું. પહેલા ખાદી વસ્ત્રો ગાંધી ફેમિલીને બિલોંગ કરતા લોકો જ વધારે સ્વીકારતા, પરંતુ છેલ્લા ચાર-પાંચ વર્ષમાં અમે પણ નવા જમાનાના કદમ સાથે કદમ મિલાવ્યા છે. અમે પણ ખાદીમાં આધુનિક ટચ આપતા જઈએ છીએ. ખાદી વસ્ત્ર નથી વિચાર છે. અમે લોકો પણ આગળ વધતા જઈએ છીએ. ખાદીમાં આધુનિકતા લાવવા માટે અમે બેસ્ટ ડિઝાઈનરો અપોઈન્ટ કર્યા છે.

ખાદી ભવનમાં લોકોનો ધસારો.
ખાદી ભવનમાં લોકોનો ધસારો.

ડેનિમ અમે 10 કલરમાં બનાવીએ છીએ
જીતેન્દ્ર શુક્લએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે ખાદીમાં કુર્તી, શર્ટ, ઝભ્ભા, લેંઘા, પેન્ટ બધા લેવા માટે બહેનો કે ભાઈઓ આવે તો તેઓ હોંશેહોંશે ખરીદી રહ્યા છે. નવી નવી પેર્ટન, ડ્રેસ ડિઝાઇનનું પણ ઉત્પાદન કરીએ છીએ. યુવાનોનું પ્રિય ડેનિમ અમે 10 કલરમાં બનાવીએ છીએ. જે રીતે યંગ જનરેશન આવે છે તે ખૂબ હોંશેથી ખરીદી લે છે. જેના લીધે યુવાન-યુવતીઓમાં ખાદીની ખરીદીનો ટ્રેન્ડ વધ્યો છે. કારણ કે, કલર કોમ્બીનેશન પણ એવું હોય છે. તેમજ કાપડ પણ એવું વાપરીએ છીએ કે, જે આધુનિકતાના ટચવાળું હોય છે.

ડેનિમમાં 10 કલર ઉપલબ્ધ.
ડેનિમમાં 10 કલર ઉપલબ્ધ.

મેડિકલ સાયન્સે પણ ખાદી સ્વીકારી છે
જીતેન્દ્ર શુક્લએ વધુમાં જણાવ્યું હતું કે, ગત દિવાળીથી આ દિવાળી દરમિયાન 50 લાખનું વેચાણ કર્યું છે. તેની પાછળનું કારણ યુવાનો-યુવતીઓ આવતા થતા ગત વર્ષ કરતા આ વર્ષે 15-20 લાખ રૂપિયાનું વેચાણ વધુ થઈ રહ્યું છે. અત્યારે મેડિકલ અને સાયન્સે પણ ખાદી સ્વીકાર્યું છે. ખાદી ઇકોફ્રેન્ડલી કાપડ છે. તેમાંય ખાસ કરીને સ્કીનને લગતા રોગ હોય તેઓ માટે ખૂબ ફાયદાકારક છે.

જાણો ખાદી પહેરવાથી શું શું ફાયદા થાય
જીતેન્દ્ર શુક્લએ વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરો પણ કહે છે કે, તમે ખાદી પહેરો, હેન્ડ મેઈડ વસ્ત્રો પહેરો. આથી સ્કીનના કોઈ પણ રોગ થતા નથી. ઉનાળામાં તમે ખાદી પહેરશો તો ગરમી નહીં થાય અને શિયાળામાં પહેરશો તો ઉષ્મા મળશે. એકદમ રાહત રહે છે. એટલી બધી રેન્જ છે કે ખાદી પહેરવાથી ઘણો ફાયદો થાય છે. રાજકોટ ખાદી ભંડારમાં ફક્ત હાથ વણાટની જ ખાદી મળે છે. મશીનરીનો ક્યાંય ઉપયોગ થતો નથી. પ્યોર લેબોરેટરીમાં પાસ થાય પછી જ અમે ખાદી પાસ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...