હુમલો:રાજકોટમાં ‘તારા લીધે મારે પત્ની સાથે સમાધાન થતું નથી’ કહી નાના ભાઇએ મોટા ભાઇના માથામાં તલવારનો ઘા ઝીંક્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સારવારમાં રહેલા મોટા ભાઇએ નાના ભાઇ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. - Divya Bhaskar
સારવારમાં રહેલા મોટા ભાઇએ નાના ભાઇ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી.
  • નાના ભાઇની પત્ની છેલ્લા ત્રણ વર્ષથી માવતરે રિસામણે બેઠી છે
  • મોટાભાઇને ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો

રાજકોટમાં રૈયારોડ પર નાના ભાઇએ ઝઘડો કરી તારા લીધે મારે પત્ની સાથે સમાધાન થતું નથી કહી મોટા ભાઇને માથામાં તલવારનો ઘા ઝીંકી દીધો હતો. આથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસે હુમલાખોર નાના ભાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે નાના ભાઇની શોધખોળ હાથ ધરી
પ્રાપ્ત વિગત મુજબ 150 ફૂટ રિંગ રોડ પર કિસ્મતનગર શેરી નં.4માં રહેતા હકાભાઇ છગનભાઇ ટોયટા (ઉં.વ.35) નામના યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે રૈયારોડ પર નાયરા પેટ્રોલ પંપ સામે રહેતા તેના નાના ભાઇ બાબુ ઉર્ફે નાથો છગનભાઇ ટોયટા વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

બાબુની પત્ની છેલ્લા ત્રણ વર્ષથી રિસામણે
ફરિયાદમાં જણાવ્યા મુજબ નાના ભાઇ બાબુની પત્ની છેલ્લા ત્રણ વર્ષથી રિસામણે હોય જેની ચર્ચા કરવા માટે તેઓ ગઇકાલે તેના ઘરે ગયા હતા. ત્યારે આરોપી બાબુએ ‘તારા લીધે જ મારી પત્ની સાથે મારે સમાધાન થતું નથી’ તેમ કહી ઉશ્કેરાય જઇ માથામાં તલવારનો ઘા ઝીંકી દીધો હતો. આથી યુવાન ત્યાંથી જીવ બચાવી ભાગી ગયો હતો અને 108માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેને માથામાં છથી સાત જેટલા ટાકા આવ્યા હતા. આ અંગે યુનિવર્સિટી પોલીસે હકાભાઇની ફરિયાદ પરથી તેના નાનાભાઇ બાબુ સામે ગુનો નોંધી હેડકોન્સ. બી.જે.ખેરે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...