• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, You Will Get Advanced Accommodation With Furniture At A Cost Of Only Five And A Half Lakhs, Launched By PM Modi Tomorrow.

લાઇટ હાઉસ પ્રોજેકટનું અનાવરણ:રાજકોટમાં માત્ર સાડા પાંચ લાખના ખર્ચે મળશે ફર્નિચર સહિત અધ્યતન સુવિધાયુક્ત આવાસ,કાલે PM મોદીના હસ્તે લોકાર્પણ

રાજકોટ2 મહિનો પહેલા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ લાઇટ હાઉસનું ગ્લોબલ હાઉસિંગ પ્રોજેક્ટ મદદથી દેશના 6 અને ગુજરાતના એક માત્ર રાજકોટ શહેરમાં નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આવતીકાલે ખુદ PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ત્યારે લોકાર્પણ પહેલા દિવ્યભાસ્કર લઈને આવ્યું છે, લાઈટ હાઉસનો આકાશી નજારો જ્યાં માત્ર સાડા પાંચ લાખના ખર્ચે મળશે ફર્નિચર સહિત અધ્યતન સુવિધાયુક્ત આવાસ.

2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવી હતી
2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવી હતી

1144 આવાસનું નિર્માણ કરવામાં આવ્યું
આ અંગે રાજકોટના મેયર મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વની 54 અદ્યતન બાંધકામ ટેકનોલોજીની સૂચિ બનાવીને તેમાંથી ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં રૈયા સ્માર્ટ સિટી એરિયામાં મોનોલીથીક કોંક્રિટનું ટનલ ફોર્મવર્કથી ગરીબો માટે 1144 આવાસોનું જાન્યુઆરી-2021 માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામ પૂર્ણ થતા આવતીકાલે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમના આ ડ્રિમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવનાર છે. રાજકોટ મનપા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવ્યું છે. સ્માર્ટસીટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે રૂપિયા 118 કરોડના ખર્ચે 1144 આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આંગણવાડી અને કોમ્યનિટી હોલ સહીતની સુવિધા ઉપલબ્ધ
આંગણવાડી અને કોમ્યનિટી હોલ સહીતની સુવિધા ઉપલબ્ધ

આ સુવિધાઓ મળશે
આ પ્રોજેક્ટમાં દરેક આવાસમાં 2 રૂમ, લિવિંગ રૂમ, વોશિંગ એરિયા, એલ.ઈ.ડી. લાઈટ અને પંખા જેવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત આવાસોમાં પાર્કિંગ, કોમર્શિયલ કોમપ્લેક્ષ, ગાર્ડન, આંગણવાડી અને કોમ્યનિટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ જેવી વિશેષ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે.

બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ દ્વારા આવાસ બન્યા છે
બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ દ્વારા આવાસ બન્યા છે

એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે વર્ષ 2015 માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવેલ તેમજ ભારતમા અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી હતી. અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગ્રતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...