તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિમ ફ્રોમ હોમ:રાજકોટમાં મહિલાઓ ઘરે રહીને એક્સરસાઇઝ, યોગ કરે છે, વજન કાબૂમાં રાખવા ડાયટ ચાર્ટમાં બાંધછોડ નથી કરતી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓ ઘરે પણ કસરત કરી ફિટનેસ જાળવી રાખે છે - Divya Bhaskar
મહિલાઓ ઘરે પણ કસરત કરી ફિટનેસ જાળવી રાખે છે
  • ઘરકામની જવાબદારી અને હાલની સ્થિતિ વચ્ચે પણ મહિલાઓ રાખી રહી છે કાળજી

રાજકોટઃ લોકડાઉનમાં કોર્પોરેટ કંપનીએ વર્ક ફ્રોમ હોમની સિસ્ટમ અપનાવી છે તો મહિલાઓ પોતાનો વજન કાબૂમાં રહે અને તે ફિટ રહે એ માટે જિમ ફ્રોમ હોમની સિસ્ટમ અપનાવી છે. ઘરકામની જવાબદારી વચ્ચે પણ મહિલાઓ પોતાના માટે ખાસ  સમય કાઢી લે છે અને જિમમાં જે હળવી કસરતો થતી હોય એ ઘરે રહીને કરે છે. આ ઉપરાંત પોતાનું વજન વધી ન જાય એ માટે ડાયટ ચાર્ટ ખાસ ફોલો કરે છે. 

રોગપ્રતિકારક શક્તિ વધારવા શાકભાજીનો વપરાશ વધારે
હાલ દરેક ફિટનેસ ટ્રેનર બધા લોકોના ઓનલાઈન ક્લાસ લે છે જેમાં ફિટનેસ ટ્રેનર ખુદ કસરત કરીને ડેમો આપે છે. ખાસ કરીને સવારે 6થી 10 અને સાંજે 6થી 8 સુધી ઓનલાઈન સેશન ચાલે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લંજિસ, સ્કવોટ, પ્લેન્ક, બ્રિજીસ, દોરડા કૂદવા, બરપીસ, પુશઅપ વગેરે કસરત કરે છે અને વજનને કાબૂમાં રાખવા માટે એક લિટર પાણીની બોટલ હાથમાં લઈને હળવી કસરતો કરે છે. વજન કાબૂમાં રહે તે માટે ગ્રીન ટી, ફ્રૂટ, જ્યૂસ લે છે, બપોરના સમયે જમવામાં સલાડ અને ફ્રૂટ ખાય છે. સાંજના સમયે ગ્રીન ટીની સાથે ખાખરા જેવો હળવો નાસ્તો કરે છે અને સવારે અને સાંજે કસરત કરીને બોડીની એક્સ્ટ્રા કેલેરી યુટિલાઈઝ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે હાલમાં બહેનોએ દહીં, વિટામિન સી આપતા ફ્રૂટ અને શાકભાજીનો વપરાશ વધારી લીધો છે.

બેસી રહીશું તો થઈશું ડાઉન, માટે સવારે ઊઠીને તરત કસરત કરું છું
હું રોજ બરોજના દિવસોમાં પણ કસરત કરું છું. હાલ લોકડાઉન હોવા છતાં આ નિત્યક્રમ હું ચૂકતી નથી. જો હું અત્યારે એ ક્રમ ચૂકી જાવ તો યોગ્ય ન કહેવાય અને હાલ તો મારા પરિવારજનો બધા ઘરે જ હોવાથી તેઓ પણ મારી સાથે કસરતમાં જોડાય છે. સવારે હું 2 કલાક કસરત યોગ કર્યા બાદ જ ઘરની રૂટિન કામગીરી કરું છું. સવારે કસરત કરવાથી દિવસભર રિલેક્ષ ફિલ થાય છે. - વિધિ નથવાણી, ગૃહિણી 

રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ
આજના સમયમાં લોકોનું જીવન બેઠાડું થઈ ગયું છે, લોકડાઉનમાં ઘરમાં બેસી રહેવાનું  થાય તો સ્થિતિ વધુ ખરાબ બની શકે. આવા સમયમાં ફિટનેસ સિસ્ટમ મજબૂત રાખવી ખૂબ જ જરૂરી છે. યોગ અને કસરતથી ફેફસાં મજબૂત બને છે દરેક વ્યક્તિએ રોજ 15 સૂર્યનમસ્કાર કરવા જોઈએ. આ કસરત શરીરને સ્વસ્થ બનાવશે. - વિમલ  સેજપાલ, ફિટનેસ ટ્રેનર

અન્ય સમાચારો પણ છે...