સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:રાજકોટમાં દેશના ઓલિમ્પિક હીરોના બેનર સાથે યુવતીઓ દેશભક્તિના ગીત સાથે ઝુમી, વેક્સિનેશન જાગૃતિનો મેસેજ આપ્યો

રાજકોટ2 મહિનો પહેલા
ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર હીરોના બેનર સાથે યુવતીઓએ નૃત્યુ કર્યું.
  • રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ SRP કેમ્પ ખાતે યોજાયો, રાજ્યના ઊર્જામંત્રી સૌરભ પટેલે ધ્વજવંદન કર્યું

આજે 75માં સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોનાની વૈશ્વિક મહામારી ધ્યાનમાં રાખી રાજ્યમાં જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા લેવલે તકેદારી સાથે કરવામાં આવી રહી છે. રાજ્યમાં દરેક જિલ્લા લેવલે અલગ અલગ મંત્રીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી શહેરના SRP કેમ્પ ખાતે ઊર્જામંત્રી સૌરભ પટેલની ઊપસ્થિતીમાં કરવામાં આવી હતી. જેમાં ભારતના ઓલિમ્પિક હીરોના બેનર સાથે યુવતીઓ દેશભક્તિના ગીત સાથે ઝુમી ઉઠી હતી. તેમજ વેક્સિનેશનની જાગૃતિ માટેનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

સૌરભ પટેલે રાષ્ટ્રધ્વજને સલામી આપી
રાજકોટ ઘંટેશ્વર SRP કેમ્પ ખાતે આજે જિલ્લા કક્ષાની 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના ઊર્જામંત્રી સૌરભ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે રાજકોટ ખાતે મંત્રી સૌરભ પટેલ રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કરી 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. આ સાથે ઉજવણીમાં રાજકોટ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌરભ પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું.
સૌરભ પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું.

દેશની એકતા જાળવવા આપણે બધાએ ભાગ ભજવવો જોઇએઃ સૌરભ પટેલ
સૌરભ પટેલે જણાવ્યું હતું કે, દેશના કાશ્મિરથી લઇ કન્યાકુમારી સુધી દેશની એકતા છે અને એક જ બંધારણ છે. ત્યારે આપણે આ એકતા જાળવવા માટે બધાએ ભાગ ભજવવો જોઇએ. ગુજરાત સર્વશ્રેષ્ઠ કેમ બને અને દરેક ક્ષેત્રમાં આગળ કેમ આવે તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેનત કરે છે. ગુજરાતના વિકાસ માટે ગુજરાત સરકારની ટીમ કામ કરે છે.

વેક્સિનેશનની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો.
વેક્સિનેશનની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો.

રાજકોટ જિલ્લામાં ઠેર ઠેર દેશભક્તિના ગીતો ગુંજ્યા
આટકોટમા 15મી ઓગસ્ટની ઉજવણી સરપંચના હસ્તે ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. જેમાં આટકોટ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા છત્રપતી શિવાજી નામનું નાટક કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના દરેક ગામથી માંડી તાલુકા કક્ષા સુધી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર ધ્વજવંદન સાથે દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા હતા.

કોરોનાની જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો.
કોરોનાની જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો.
અન્ય સમાચારો પણ છે...