તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:રાજકોટમાં પતિએ ફોન ન ઉપાડતા પત્નીએ આજીડેમે જઇ ઝેર પીધું, બાદ ડેમમાં ઝંપલાવ્યું, સ્થાનિક લોકોએ જીવ બચાવ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ છૂટાછેડા માંગી હેરાન કરતો હોવાનો પણ આક્ષેપ

રાજકોટમાં પરિણીતાએ સવારે માવતરના ઘરેથી નીકળ્યા બાદ રસ્તામાંથી પતિને ફોન કર્યો હતો. પણ પતિએ ફોન ઉપાડતા પરિણીતાને માઠું લાગી જતાં તેણે આજીડેમે જઇ ઝેર પીધા બાદ ડેમમાં ઝંપલાવ્યું હતું. પરંતુ ડેમની આસપાસ હાજર લોકોએ પરિણીતાને બચાવીને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ અંગે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.

પતિ દ્વારા પિયરેથી પૈસા લઇ આવવા દબાણ
પરિણીતાએ પોલીસને જણાવ્યા અનુસાર તે બે દિવસથી માંડા ડુંગર પાસે પિયરમાં રહે છે. કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે જે. કે. પાર્કમાં તેના પતિ સાથે માથાકુટ ચાલતી હોય જેથી તે પિયરમાં હતી. બે વર્ષ પહેલા તેણે અલ્પેશ ખુંટ સાથે લગ્ન કર્યા હતા. પોતે એક ભાઇ એક બહેનમાં મોટી છે. પતિ અગાઉ ઇમિટેશનનું કામ કરતો હતો. હાલમાં કંઇ કામ કરતો નથી. અને પતિ દ્વારા પોતાને પિયરેથી પૈસા લઇ આવવા દબાણ કરાય છે.

આજે સાસરીયે જવા નીકળી હતી
વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, પતિ છૂટાછેડા આપી દેવા કહી સામા પૈસા માગે છે. પોતે માંડા ડુંગર પાસે બ્યુટીપાર્લર ચલાવે છે અને દરજી કામ પણ કરે છે. 29મીએ પતિ અગાસીએથી પડી ગયો હોય સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પોતે હાલ માવતરને ત્યાં હોય ત્યાંથી આજે સાસરીયે જવા નીકળી હતી. રસ્તામાંથી પતિને ફોન કર્યો હતો. પણ તે ફોન ઉપાડતો ન હોય માઠુ લાગી જતાં આજીડેમે જઇ ઝેર પીધા બાદ પાણીમાં કૂદકો માર્યો હતો. પરિણીતાના આક્ષેપો અંગે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.