સત્તાની તુમાખી:રાજકોટમાં પોલીસ પાસે આઇકાર્ડ પણ ન મગાય, માગ્યું તો મહિલાની કાર ટો કરાવી દીધી! ઝોન-1 DCPએ કહ્યું-કોન્સ્ટેબલ સામે પગલાં લઈશું

રાજકોટ15 દિવસ પહેલા
  • અમદાવાદની ચાર મહિલાને રાજકોટ પોલીસની ‘કડકાઈ’નો કડવો અનુભવ, ચોધાર આંસુએ રડાવ્યાં
  • ભર બપોરે રાજકોટની બજારમાં જોવા જેવી થઈ, કાર ટો કરાવનાર કોન્સ્ટેબલની નંબર પ્લેટ વિનાની બાઇક

એક તરફ, રાજ્યના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસકર્મીઓને ટ્રાફિક નિયમ તોડનારી વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી, તેની જોડે માનવતાપૂર્વક વ્યવહાર થવો જોઇએ એવી ટકોર કરે છે, ત્યારે બીજી તરફ રાજકોટમાં મહિલાના એક નાનકડા પ્રશ્નના ઉત્તર સ્વરૂપે નિયમભંગના ઓઠા હેઠળ ટ્રાફિકકર્મી તાલિબાની વલણ અપનાવતો જોવા મળે છે. ગઈકાલે અમદાવાદની ચાર મહિલાએ અનુભવ કરી લીધો હતો, જ્યાં મહિલાએ ટ્રાફિક કોન્સ્ટેબલનું આઈકાર્ડ માગ્યું તો તેણે રોષે ભરાઈને મહિલાઓની કાર ટો કરાવી હતી. પરિણામે, મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ જતાં એક તબક્કે ચોધાર આંસુએ રડી પણ પડી હતી.

રાજકોટ શહેરમાં મહિલાઓના માન-સન્માનની વાસ્તવિકતા કેવી છે એનો ગઈકાલે અમદાવાદની ચાર મહિલાએ અનુભવ કરી લીધો.
રાજકોટ શહેરમાં મહિલાઓના માન-સન્માનની વાસ્તવિકતા કેવી છે એનો ગઈકાલે અમદાવાદની ચાર મહિલાએ અનુભવ કરી લીધો.
રાજકોટ શહેર ડીસીપી ઝોન 1 - પ્રવીણકુમાર મીણા.
રાજકોટ શહેર ડીસીપી ઝોન 1 - પ્રવીણકુમાર મીણા.

પોલીસ કોન્સ્ટેબલ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે
આ સમગ્ર બનાવ અંગે રાજકોટ શહેર ડીસીપી ઝોન 1 - પ્રવીણકુમાર મીણાએ મીડિયાને નિવેદન આપતાં જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસના વાઇરલ વીડિયો મામલે તપાસ કરવામાં આવશે અને આ સમગ્ર મામલે પોલીસ કોન્સ્ટેબલ સામે ઈન્કવાયરી બેસાડવામાં આવશે. જો કોન્સ્ટેબલનો વાંક હશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. જે પોલીસ ટ્રાફિક નિયમનું પાલન નહિ કરે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે

કાર ડિટેન કરવાની કાર્યવાહી શરૂ કરી
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ આવીને અમદાવાદની ચાર મહિલા પરત જતી હતી. એ સમયે ગ્રીન લેન્ડ ચોકડી પાસેના પાણીના ટાંકા પાસે પહોંચતાં ત્યાં ટ્રાફિક-પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલુ હોવાથી તેમની કાર રોકવામાં આવી હતી અને પીયુસી, ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજો માગવામાં આવ્યા હતા, જેની સામે એક મહિલાએ ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ, જેનું નામ હસમુખ રાઠોડ હોવાનું બહાર આવ્યું છે, તેની પાસેથી તેનું આઈ-કાર્ડ માગતાં જ હસમુખ રાઠોડનો અહમ ઘવાયો હતો અને તેણે કાર ડિટેન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી, જેને કારણે બંને પક્ષો વચ્ચે ખાસી રકઝક અને માથાકૂટ થઈ હતી.

હસમુખ રાઠોડની મોટરસાઇકલ પર જ નંબર પ્લેટ નહોતી
હસમુખ રાઠોડની મોટરસાઇકલ પર જ નંબર પ્લેટ નહોતી
મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ જતાં એક તબક્કે ચોધાર આંસુએ રડી પડી હતી.
મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ જતાં એક તબક્કે ચોધાર આંસુએ રડી પડી હતી.

એક મહિલાની માનસિક હાલત બરાબર નથી
આ દરમિયાન મહિલાઓ કોઈપણ રીતે કારમાંથી ઉતારવા તૈયાર થઈ ન હતી. આખરે ટોઈંગ વાન મગાવી તેમની કાર ટો કરવાનું શરૂ કરાયું ત્યારે પણ તેઓ કારમાંથી ઊતરી નહોતી. આ મહિલાઓના પક્ષ દ્વારા જણાવાયું હતું કે કારમાં બેઠેલી એક મહિલાની માનસિક હાલત બરાબર નથી, આમ છતાં ટ્રાફિક-પોલીસે તેની તરફ ધ્યાન આપ્યું ન હતું. એક તબક્કે તો જેની માનસિક હાલત ખરાબ જણાવાતી હતી તે મહિલા કારમાંથી ઊતરી દોડી પણ હતી. મહામહેનતે તેને પરત લવાઈ હતી.

પોલીસના તાલિબાની વલણ સામે હુરિયો પણ બોલાવ્યો હતો, જેની સામે પોલીસ લાકડીઓ લઈ ટોળાં સામે દોડી હતી.
પોલીસના તાલિબાની વલણ સામે હુરિયો પણ બોલાવ્યો હતો, જેની સામે પોલીસ લાકડીઓ લઈ ટોળાં સામે દોડી હતી.

કાર ટો કરવાની જીદ પકડી રાખી
બનાવની જાણ થતાં પીસીઆર વાન અને બીજા પોલીસના માણસો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે પણ કાર ટો કરવાને બદલે હાજર દંડ વસૂલ કરવાની ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ રાઠોડને વિનંતી કરી હતી, પરંતુ તેઓ ટસના મસ થયા અને પોતાનું અપમાન થયાનું ગાણું ગાઈ કોઈપણ સંજોગોમાં કાર ટો કરવાની જીદ પકડી રાખી હતી.

હસમુખ રાઠોડની મોટરસાઇકલ પર જ નંબર પ્લેટ નહોતી
એક તબક્કે ત્યાં એકત્રિત થયેલા ટોળાએ પોલીસના તાલિબાની વલણ સામે હુરિયો પણ બોલાવ્યો હતો, જેની સામે પોલીસ લાકડીઓ લઈ ટોળા સામે દોડી હતી. આખરે ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઈ જેબલિયા સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે મહિલાઓને સમજાવટ કર્યા બાદ તેમની કાર ટો કરી શીતલ પાર્ક લઈ ગયા હતા, જયાં બાદમાં દંડ વસૂલ કરી એને છોડી મૂકી હતી. આ પ્રકરણમાં ચોંકાવનારી વાત એ છે કે કાયદાકાનૂનના પોતાને જાણકાર ગણાવતા કોન્સ્ટેબલ હસમુખ રાઠોડની મોટરસાઇકલ પર જ નંબર પ્લેટ નહોતી!!