બે દિવસ પાણીકાપ ઝીંકાશે:રાજકોટમાં 8 મેએ ગોંડલ રોડ અને 9 મેએ ભક્તિનગર હેઠળ આવતા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ભાદર ડેમ નજીક નવાગામ-લિલાખા ગામની વચ્ચે 99 MMની મેઇન લાઈન લિકેજ થતા પાણીકાપ
  • ડાયરેક્ટ પમ્પિંગથી પાણી ખેચનાર અને ફળિયા ધોનાર 23 વ્યક્તિને 21,250 રૂપિયાનો દંડ

ભાદર ડેમની નજીક નવાગામ લિલાખા ગામની વચ્ચે 900 MMની મેઇન લાઇન લિકેજ થઈ છે. જેના સમારકામ માટે 8 મેને રવિવારના રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ગોંડલ રોડના વોર્ડ નં. 13 (પાર્ટ), અને 9મેને સોમવારના રોજ વાવડી હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં વોર્ડ નં. 11 (પાર્ટ), 12 (પાર્ટ) તથા ઢેબર રોડના (વોર્ડ નં.7 પાર્ટ, 14 પાર્ટ, 17 પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે. આ અંગે મ્યુનિ.એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે.

શહેરના આટલા વિસ્તારોમાં પાણીકાપ ઝીંકાશે
8 મેના રોજ વોર્ડ નં.13ના નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્લોટમાં પાણી વિતરણ નહીં થાય.

9 મેએ વોર્ડ ન.7,14 અને 17ના આ વિસ્તારોમાં પાણીકાપ
9 મેને સોમવારે વોર્ડ નં.7ના ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર, વોર્ડ નં.14ના વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબનગર, અમૃત પાર્ક, વોર્ડ નં. 17ના નારાયણનગર ભાગ 1-2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ 1-2-3, હસનવાડી ભાગ 1-2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દિરાનગર 1-2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી અને આનંદનગર ગાયત્રી બગીચા વાળા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

9મેના રોજ વોર્ડ નં.11 અને 12ના આ વિસ્તારોમાં પાણીકાપ
9મેના રોજ વોર્ડ નં.11ના અંબિકાટાઉનશીપ-પાર્ટ, વોર્ડ નં.12ના વાવડી ગામ, વિશ્વકર્મા સોસાયટી, મહમદી બાગ, શક્તિનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસાયટી, ગોવિંદરત્‍ન, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટ્સ, પુનિત પાર્ક અને અંબિકા ટાઉનશીપ સોસાયટીમાં પાણી વિતરણ બંધ રહેશે.

6 વ્યક્તિને નોટિસ અને 8 વ્યક્તિની ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી.
6 વ્યક્તિને નોટિસ અને 8 વ્યક્તિની ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી.

ડાયરેક્ટ પમ્પિંગ કરતા 23 વ્યક્તિ પાસેથી 21,250 રૂપિયાનો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મુકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેક્ટ પમ્પિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ગઈકાલે 1277 ઘરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પિંગ કરતા કુલ 23 કિસ્સાઓ મળ્યા હતા. 6 વ્યક્તિને નોટિસ અને 8 વ્યક્તિની ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પિંગ અને ફળિયા ધોવા બાબતે રૂ.21,250ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.