• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Unemployed Husband And Mother in law Were Beaten Up And Mentally Tortured For Saying 'your Father Has Not Given Anything In Dowry'.

સાસરિયાનો ત્રાસ:રાજકોટમાં 'તારા બાપે દહેજમાં કાંઈ આપ્યું નથી' કહી બેરોજગાર પતિ અને સાસુ મારકૂટ કરતા, શંકા-કુશંકા કરી માનસિક ત્રાસ આપતા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ દાખલ

રાજકોટ શહેરના રેલનગરમાં આવેલ અમી રેસીડેન્સીમાં રહેતી 31 વર્ષીય પરિણીતાએ ભાવનગર રહેતા પતિ જીજ્ઞેશ, સાસુ વિજ્યાબેન અને સસરા રમેશભાઈ રાવલ વિરૂદ્ધ દહેજના મુદ્દે મારકૂટ કરી ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવી છે.

તારા બાપે તને કોઈ સંસ્કાર આપ્યા નથી
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણે એમ.કોમ. સુધી અભ્યાસ કર્યો છે. 2015માં તેના લગ્ન થયા હતા અને હજુ સુધી સંતાન પ્રાપ્તી થઈ નથી. લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. છ માસ બાદ સાસુએ ઘરકામ બાબતે મેણાં મારવાનું શરૂ કરતાં પતિ સાથે અલગ ભાડાના મકાનમાં રહેવા ગઈ હતી. સાસુ-સસરાને જ્યારે મળવા જતી ત્યારે તારે કોઈ સંતાન નથી, તારા બાપે તને કોઈ સંસ્કાર આપ્યા નથી, દહેજમાં પણ કાંઈ આપ્યું નથી, તેમ કહી દહેજ લાવવા દબાણ શરૂ કર્યુ હતું.

શંકા-કુશંકા કરી ત્રાસ આપવા લાગ્યા
પતિને આ બાબતે 'આવું ચાલ્યા કરે', તેમ કહી ધ્યાન નહીં દેવાનું કહેતો હતો. એટલું જ નહીં, 'મારી પાસે કોઈ કામધંધો નથી, તારા પપ્પાના ઘરેથી થોડા પૈસા લઈ આવ' તેમ કહી આડકતરી રીતે દહેજ લઈ આવવાનું કહેતો હતો. તેનો પતિ કોઈ કામધંધો કરતો ન હોવાથી તે શો-રૂમમાં નોકરી કરી આર્થિક રીતે પરિવારને મદદરૂપ થતી હતી. પરંતુ ત્રણેય આરોપીઓ તેના પર શંકા-કુશંકા કરી ત્રાસ આપવા લાગ્યા હતા.

નજીવી બાબતે મારકૂટ પણ કરી લેતો
તેના પતિને દેણું થઈ જતાં પરિણીતાના પિતાએ રાજકોટ સેટ કરવા માટે બોલાવ્યો હતો. રાજકોટ આવ્યા બાદ પાંચેક માસ સારી રીતે ઘરસંસાર ચાલ્યા બાદ પતિએ ફરીથી શંકા કરીને હેરાન કરવાનું શરૂ કર્યુ હતું. નજીવી બાબતે મારકૂટ પણ કરી લેતો હતો. ગુસ્સો આવે ત્યારે વાસણોની તોડફોડ કરતો હતો. આખરે કંટાળીને તેનો ભાઈ 2021ની સાલમાં તેને તેડી ગયો હતો. તેના પરિવારે સમાધાન માટે કહેવડાવતા સાસુ-સસરાએ જીજ્ઞેશ અમારા કહ્યામાં નથી તેમ કહી દીધું હતું. પતિએ જો ફરિયાદ ન કરે તો સમાધાન કરી તેડી જવાનું કહ્યું હતું. પરંતુ હવે તેને સમાધાન કરવું ન હોવાથી ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...