ક્રાઇમ:રાજકોટમાં નાનામવા ચોકડી પાસે જૂની અદાવતનો બદલો લેવા યુવાન પર બે શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો, ફરિયાદ દાખલ

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ઈજાગ્રસ્ત યુવાનને સિવિલમાં ખસેડવામાં આવ્યો,રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ

રાજકોટમાં નાનામવા ચોકડી પાસે જૂની અદાવતનો બદલો લેવા યુવાન પર બે શખ્સોએ પાઇપ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામ્યો છે. હાલ ઈજાગ્રસ્ત યુવાનને સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. અને રાજકોટ તાલુકા પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ છે. નાનામવા ચોકડી પાસે આવાસ ક્વાર્ટર 904માં રહેતા ભીખુભાઇ નારણભાઇ ઉનેવાળ(દરજી)(ઉ.વ.37)નામના યુવાને પોલીસ ફરિયાદમાં પરેશ મકવાણા અને રવિનું નામ આપતા રાજકોટ તાલુકા પોલીસના પીએસઆઈ પી.એમ.રાઠવા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી છે.

જુની અદાવતનો ખાર રાખી અમારા ધરે આવ્યા
ભીખુભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહું છું અને દરજીકામ કરું છું.ગઈ તા.11ના સાંજના સમયે હું મારા ધરે હતો ત્યારે અગાઉ ઝઘડો થયેલ હોય તે પરેશ મકવાણા તથા તેની સાથે તેનો માસીનો દિકરો રવી આ બન્ને જણા અમારા આવાસ યોજના કવાર્ટર મા રહેતા હોય જે જુની અદાવતનો ખાર રાખી અમારા ધરે આવી અમને અપશબ્દો આપવા માંડ્યા હતા. મે તેમને રોકવાના ખુબ જ પ્રયત્ન કર્યા પણ તેઓ માન્ય ન હતા.

મને બન્ને પગે તથા જમણા હાથમા ઇજા થઈ
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમાથી રવી સોલંકી પાસે લોખંડનો પાઇપ હોય જે પાઇપ વતી મને બન્ને પગે ઢીચણ થી નીચેના ભાગે મારી દીધેલ હતો અને એક એક ધા અને તેમાથી પરેશ જેના હાથમાં છરી હોય જે હુ લેવા જતા મને જમણા હાથમા હથેળી મા ઇજા થયેલ હતી તેવામા મારો ભાઇ મુકેશ આવી જતા આ બન્ને લોકો અમારા ધરેથી નીચે ભાગી ગયેલ હતા અને મને બન્ને પગે તથા જમણા હાથમા ઇજા થયેલ હોય જેથી મને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ આ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી.