• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Two Inches Of Rain Fell Intermittently From Morning Till Night In 18 Hours, A Total Of 15.5 Inches Of Rain But The Pavement Was Blocked In Many Places, Potholes Fell On The Road.

રાજકોટમાં અતિભારે વરસાદ:સવારથી રાત સુધી 18 કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો; કુલ 15.5 ઇંચ વરસ્યો, શાળા-કોલેજોમાં આજે રજા જાહેર

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર 48 કલાકમાં મજબૂત બનીને ઉતર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે, હવે રાજ્યમાં સાર્વત્રિક ચોમાસું
  • અનેક સ્થળે ફૂટપાથ બેસી ગઇ

રાજકોટમાં રવિવારે 1 ઈંચ વરસાદ પડ્યા બાદ સોમવારે સવારથી લઈને સાંજ સુધીમાં 2 ઈંચ વરસાદ રહ્યો હતો. જોકે સવારથી જ આકાશમાં વાદળો છવાઈ ગયા હતા અને આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે રાજકોટમાં માત્ર 2 ઇંચ જ વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યાનુસાર સામાન્ય રીતે જ્યારે મીડિયમ ક્લાઉડનો વરસાદ હોય ત્યારે આખો દિવસ આકાશમાં વાદળો છવાયેલા રહે છે, પરંતુ વરસાદ ધીમે- ધીમે આવે છે. ઉલ્લેખનીય છે કે, માહોલને જોતા કલેક્ટરે શાળાઓમાં રજા જાહેર કરી છે.

કયા ઝોનમાં કેટલો વરસાદ?

  • ઇસ્ટ ઝોન - 3 ઇંચથી વધુ
  • સેન્ટ્રલ ઝોનમાં - 4 ઇંચ
  • વેસ્ટ ઝોનમાં - પાંચ ઈંચથી વધુ

જ્યારે સીબી ક્લાઉડનો વરસાદ હોય ત્યારે ટૂંકા સમયગાળામાં ધોધમાર વરસાદ પડી જાય છે. હજુ 15 જુલાઇ સુધી સતત વરસાદ રહેશે. હાલમાં બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર 48 કલાકમાં મજબૂત બનીને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. હવે સાર્વત્રિક વરસાદ રહેશે. 15 જુલાઈમાં હળવાથી મધ્યમ અને દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

રાજકોટમાં સરેરાશ વરસાદ 35 ઈંચ પડતો હોય છે.જેની સામે અત્યાર સુધી રાજકોટમાં 15 ઈંચ વરસાદ પડી ગયો છે. સોમવારે સેન્ટ્રલ ઝોનમાં 32 મીમી, ઇસ્ટઝોનમાં 24 મીમી અને વેસ્ટઝોનમાં 32 મીમી વરસાદ પડ્યો હતો. સિઝનનો કુલ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં 377 મીમી, ઇસ્ટઝોનમાં 261 મીમી અને વેસ્ટઝોનમાં 363 મીમી વરસ્યો છે. 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ત્રિમૂર્તિ બાલાજી મંદિર પાસે પેવિંગ બ્લોક તૂટી ગયા હતા. જ્યારે કોઠારિયા રોડ પર નાળા નીચે રોડ- રસ્તા તૂટી જતા વાહનચાલકો પડી જવાના બનાવો, વાહનમાં નુકસાની અને લોકોને નાની-મોટી ઈજા થાય છે.

મનપાનો દાવો - વરસાદમાં ફક્ત 7 જ જગ્યાએ પાણી ભરાયા હતા
રાજકોટ શહેરમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અને અનેક જગ્યાએ પાણી ભરાયા છે તેમજ અગાઉના એક ઝાપટાંને કારણે રોડ ધોવાઈ ગયા છે ત્યારે મનપાએ દાવો કર્યો છે કે છેલ્લા 24 કલાકમાં આખા શહેરમાં ફક્ત ઈસ્ટ ઝોનમાં 7 જગ્યાએ પાણી ભરાયાની ફરિયાદ આવી છે અને તેનો નિકાલ કરી દેવાયો છે! શહેરમાં હજુ વરસાદનો રાઉન્ડ શરૂ જ થયો છે અને પ્રિ-મોન્સૂનનું આયોજન ધોવાઈ ગયું છે.

તેવામાં મનપાએ જાહેર કરેલી વિગત મુજબ શહેરમાં અલગ અલગ જગ્યાએ રોડ ખરાબ થયા હતા તે બધામાં મેટલ મોરમ સહિતની કામગીરી કરાઈ છે અને તેનો આંક 6328 ચોરસ મીટર જેટલો બતાવાયો છે જ્યાં જ્યાં કામ કરાયા છે તેમાં અલગ અલગ સોસાયટીઓના નામ પણ લખાયા છે પણ હજુ કેટલા રોડમાં ખાડા છે તેના નામ લખવાની હિંમત થઈ નથી. હવે રોડ સેટલમેન્ટના નામે બિલ પણ મુકવામાં આવશે અને મંજૂર થઈ જશે. સ્થિતિ શહેરીજનોને ખબર છે કે મેટલ મોરમના નામે માત્ર પથ્થરો ફેંકી દેવાયા છે અને ઘણી જગ્યાએ તો તે પણ કામ કરાયું નથી તેમજ ફૂટપાથ અને રોડની સ્થિતિ દયનીય થઇ છે.

વાસ્તવિકતા - સ્વાતિ પાર્ક મેઈન રોડ પરના ખાડામાં બે દિવસમાં 12 વાહન ફસાયા, ચાલકોને નાની- મોટી ઈજા
વોર્ડ નંબર 18માં સ્વાતિ પાર્ક મેઈન રોડ પર મોટો ખાડો પડી ગયો છે. આ ખાડામાં છેલ્લા બે દિવસમાં 12 વાહન ફસાયા, વાહનમાં તો નુકસાની થઇ જ છે. સાથોસાથ વાહનચાલકોને પણ નાની મોટી ઈજા થઇ છે. આ અંગે વધુ માહિતી આપતા કૈલાસ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કારખાનું ધરાવતા કારખાનેદાર ભાવેશભાઈ કિયાડા જણાવે છે કે, ગોંડલ- પોરબંદર હાઈવેનું કામ ચાલે છે.

તેનું ડાયવર્ઝન હાલમાં આ વિસ્તારમાં કાઢવામાં આવ્યો છે. અડધા ફૂટનો ખાડો છે. વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ ખાડો બુરાઇ જાય તે માટે અનેક વાર રજૂઆત કરી આમ છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. રોડ-રસ્તા ખરાબ હોવાને કારણે અહીં પસાર થતા દરેક વાહનોને નુકસાન થાય છે. સૌથી વધુ મુશ્કેલી સાંઈબાબા સર્કલ પાસે પડે છે.

અન્ય સમાચારો પણ છે...