• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Two Habitual Criminals Who Smuggled Into The Locked House Of A Bank Clerk Were Caught, Police Seized Rs 1.38 Lakh Worth Of Cash.

ભેદ ઉકેલાયો:રાજકોટમાં બેન્ક ક્લાર્કના બંધ મકાનમાં તસ્કરી કરનાર બે રીઢા ગુનેગારો ઝડપાયા, પોલીસે રૂ.1.38 લાખનો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોરી કરનાર બે રીઢા ઈસમો મળી આવ્યા - Divya Bhaskar
ચોરી કરનાર બે રીઢા ઈસમો મળી આવ્યા

રાજકોટ શહેરમાં 15 દિવસ પૂર્વે શહેરના ઇન્દ્રપ્રસ્થનગર વિસ્તારમાં બેન્ક ક્લાર્કના બંધ મકાનમાં થયેલ ચોરીનો ભેદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી દીધો છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે બંને રીઢા તસ્કરને ઝડપી પાડી કાયદેસેની કાર્યવાહી હાથ ધરી છે.

પરિવાર સાથે રાજસ્થાન ફરવા ગયો
રાજકોટ શહેરના ઇન્દ્રપ્રસ્થનગરમાં રહેતા અને બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હેમતભાઈ લાંગા દિવાળી તહેવાર પર પરિવાર સાથે રાજસ્થાન ફરવા ગયા હતા ત્યારે બંધ મકાનના તાળા તોડી તસ્કરો રોકડ, દાગીના સહીત 1.33 લાખની મતા તસ્કરો ચોરી ગયા હતા આ અંગે યુનીવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. દરમ્યાન ક્રાઈમ બ્રાંચની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળતા ચોરી કરનાર બે રીઢા ઈસમો મળી આવતા તેની ધરપકડ કરી હતી.

રૂ.1.38 લાખનો મુદામાલ કબ્જે
પોલીસે તેની પુછપરછ કરતા ચોરીને અંજામ આપનાર મૂળ જુનાગઢનો અને હાલ રાજકોટના ડ્રિમ સિટીમાં રહેતો નીતિન ઉર્ફે હિરેન ઉર્ફે ડોક્ટર સોલંકી અને સુરેન્દ્રનગરના ઇકબાલ બાબરીયા હોવાનું સામે આવ્યું હતું. તેની આગવી ઢબે પુછપરછ કરતા તેને જ બેન્ક ક્લાર્કના મકાનમાં ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે તેની પાસેથી રોકડ રકમ દાગીના સહીત રૂ.1.38 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

બંધ મકાનમાં રેકી કરી ચોરી આચરતા
આ બન્ને તસ્કર મોડી રાત્રે ચાલી ને અલગ અલગ વિસ્તારમાં ફરે છે અને બંધ મકાન હોય તેની રેકી કરી બાદમાં ડિસમિસ અને હથોડી જેવા હથિયાર વળે તાળા તોડી ચોરીના ગુનાને અંજામ આપે છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી નીતિન જૂનાગઢ અને રાજકોટમાં 13 ગુનામાં જયારે ઇકબાલ સુરેન્દ્રનગર, ગાંધીનગર, મોરબી અને રાજકોટમાં ઠગાઇ, ગેરકાયદે હથિયાર સહીત 8 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.