તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનીય:રાજકોટમાં પેરેલિસિસના એટેકથી 80 વર્ષના વૃદ્ધનો સ્વભાવ આક્રમક બન્યો, મનોવિજ્ઞાન ભવને કાઉન્સેલિંગ કરતા માનસિક શાંતિ અને ગુસ્સો કાબૂમાં આવ્યો

રાજકોટ20 દિવસ પહેલા
ત્રણ મહિનાથી વૃદ્ધનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
  • મનોવિજ્ઞાન ભવન દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી વૃદ્ધનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને કોરોનાના કપરા કાળમાં હજારો લોકોનું કાઉન્સેલિંગ કરી માનસિક સમસ્યાનું સમાધાન કરાવ્યું છે. ત્યારે સિનિયર સિઝીટનનું કાઉન્સેલિંગ કરી તેમની માનસિક સ્થિતિને ફરી સુધારી સેવાનું કામ કર્યું છે. રાજકોટમાં રહેતા 80 વર્ષના વૃદ્ધને પેરાલેસિસિનો એટેક આવતા સ્વભાવ આક્રમક બની ગયો હતો. આથી મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકોએ કાઉન્સેલિંગ અને ઓટોસજેસન કરતા ફરી તેઓ માનસિક શાંતિ અનુભવી રહ્યાં છે અને ગુસ્સો પણ કાબૂમાં આવી ગયો છે.

જિદ્દી સ્વભાવને કારણે વૃદ્ધ ગુસ્સો કરી બેસતા હતા
રાજકોટના 80 વર્ષ કરતા પણ વધારે ઉંમર ધરાવતા વૃદ્ધને થોડા સમય પહેલાં કોરોના અને પેરેલેસિસનો એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમનું ડાબું અંગ વધુ ક્ષતિગ્રસ્ત થતા તેમને હલન ચલનમાં તકલીફ પડતી હતી. જેના કારણે સતત ગુસ્સો, આક્રમક સ્વભાવ અને બોલવાનું પણ વધુ પડતું થઈ ગયું હતું. જિદ્દી સ્વભાવને કારણે ગુસ્સો કરી બેસતા હતા. ત્યારે તેમની દીકરીએ મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર.દોશીનો સંપર્ક કર્યો હતો.

કાઉન્સેલિંગથી વૃદ્ધને આત્મવિશ્વાસ પાછો આવ્યો
ડો.ધારા વૃદ્ધના ઘરે 11 જૂનથી જવાની શરૂઆત કરી અને તેમનું કાઉન્સેલિંગ અને ઓટો સજેશન કરવામાં આવ્યું હતું. સતત કાઉન્સેલિંગથી આજે વૃદ્ધના ગુસ્સો, જિદ્દી સ્વભાવ અને આક્રમકતામાં ઘણો સુધારો થયો છે. તેઓ બેસી શકતા નહોતા તો તેમનામાં આત્મવિશ્વાસ જગાડી તેમને બેસવાની શરૂઆત કરાવી અને આજે તેઓ ઘણી રાહત અનુભવી રહ્યાં છે. કાઉન્સેલિંગ દ્વારા તેમનો ગયેલો વિશ્વાસ ફરી પાછો આવ્યો અને તેઓએ પોતાના આવેગો પર નિયંત્રણ રાખવાની શરૂઆત કરી છે.

કોરોનાકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને હજારો લોકોનું કાઉન્સેલિંગ કર્યું.
કોરોનાકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને હજારો લોકોનું કાઉન્સેલિંગ કર્યું.

મનોવિજ્ઞાન ભવને મારી જિંદગી સુધારી દીધીઃ વૃદ્ધ
વૃદ્ધની દીકરીએ જણાવ્યું હતું કે, મારા પપ્પાને કોરોનામાં પેરેલિસિસનો એટેક આવ્યો હતો. ત્યારે તેમનું મગજ ગરમ રહેતું હતું અને વિચિત્ર વર્તન કરતા હતા. આથી મેં મનોવિજ્ઞાન ભવનનો સંપર્ક કર્યો અને ત્રણ મહિનાથી તેઓ ઘરે આવીને મારા પપ્પાનું કાઉન્સેલિંગ કરે છે. હાલ ઘણા જ ફેરફાર આવ્યા છે. મારા પપ્પાને હિંમત આવી ગઈ છે. વૃદ્ધે જણાવ્યું હતું કે, પહેલા મને નિંદર આવતી નહોતી પણ હવે બરાબર આવવા લાગી છે. મારી જિંદગી સુધારી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...