• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Traders Lost Rs 1.20 Crores In The Stock Market, Kidnapped 4 Persons To Extort, Beat The Cattle Saying 'Let Me Die Alive'

સટ્ટાખોરનો આતંક:રાજકોટમાં વેપારી શેરબજારમાં રૂ.1.20 કરોડ હાર્યા, ઉઘરાણી કરવા 4 શખ્સોએ અપહરણ કર્યું, 'તને જીવતો નહીં જવા દઈ' કહી ઢોર માર માર્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભોગ બનનાર આશીષભાઈ નલીનભાઈ કોટેચા - Divya Bhaskar
ભોગ બનનાર આશીષભાઈ નલીનભાઈ કોટેચા

રાજકોટમાં જવાહર રોડ પર ભાભા હોટેલની પાછળ શ્વેતશ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા આશીષભાઈ નલીનભાઈ કોટેચા(ઉ.વ.35) એ પોતાની ફરિયાદમાં દિવ્યરાજસિંહ દશરથસિંહ જાડેજા, યુવરાજસિંહ ચુડાસમા, કૃષ્ણસિંહ જાડેજા, દિવ્યેશ ઉર્ફે ભૂરો વાઘેલા અને તેની સાથે આવેલા ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આઇપીસી કલમ 365, 387, 504, 506(2) અને 114 તેમજ જીપીએકટ 135 મુજબ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મને શેરબજારમાં ખુબજ નુકશાની થઈ
આશિષે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરીવાર સાથે રહુ છુ અને વાંકાનેર ખાતે ગ્રીનચોક પાસે આશીષ ટ્રેડર્સ નામની દુકાન ધરાવી કરીયાણા તથા સીરામીકના ભંગારનો વેપાર કરુ છુ અને હું રોજ રાજકોટથી વાંકાનેર મારી કાર લઈને વેપાર કરવા માટે જાવ છુ અને હુ 2019 માં દીવ્યરાજસિંહ જાડેજાના સંપર્કમાં આવેલ અને આ દિવ્યરાજસિંહ શેરબજારનું કામ કરતા હોય જેથી તેમને ત્યાં શેરબજારમાં પૈસાનુ રોકાણ કરવાનુ ચાલુ કર્યું હતું અને બાદ સને-2020 માં કોરોના આવી જતાં શેરબજાર ડાઉન થતાં મને શેરબજારમાં ખુબજ નુકશાની થયેલ અને હુ શેરબજારમાં રૂ. 1.20 કરોડ હારી ગયો હતો. આ પૈસા મારે દિવ્યરાજસિંહને ચુકવવાના હતા જેથી આ દિવ્યરાજસિંહ મારી પાસે તે પૈસાની અવારનવાર ઉઘરાણી કરતા હતાં અને મારી પાસે પૈસાની સગવડતા ના હોય હું તેમની પાસેથી અવારનવાર સમય માંગતો હતો.

વેપારીને ઢોર માર માર્યો
વેપારીને ઢોર માર માર્યો

મારે પૈસાની લેતીદેતીની વાત કરવી છે
ગઈ કાલ.તા.04/11 ના રોજ સાંજે હુ મારા ઘરે હતો તે વખતે આશરે સાંજના સાડા છએક વાગ્યે આ દિવ્યરાજસિંહનો મારા મોબાઈલ પર ફોન આવેલ અને મને કહેલ કે,તુ ક્યાં છો જેથી મે જણાવેલ કે હુ બહાર છુ તેમ કહી મે ફોન રાખી દીધેલ બાદમાં ફરી સાડા સાતેક વાગ્યાની આસપાસ આ દિવ્યરાજસિંહનો મારા મોબાઈલ ફોન પર ફોન આવેલ અને મને કહેલ કે હુ સિનર્જી હોસ્પીટલ પાસે છુ તુ અહી આવી જા મારે પૈસાની લેતીદેતીની વાત કરવી છે જેથી મે કહેલ કે હુ મારા ઘરે છું તમારે જે વાત કરવી હોય તે અહીં આવી કરો.

ચાર માણસો ઉભા હતાં
જેથી આ દિવ્યરાજસિંહે કહેલ કે હું થોડી વારમાં આવુ છુ આ દરમ્યાન મારા મીત્ર ગીરીરાજસિંહ ચાવડા મને મળવા માટે ઘરે આવ્યા હોય અને મારો નાનો ભાઈ નૈમીષ પણ ઘરે હાજર હતો.જેથી આ બન્નેને મે વાત કરેલ કે દિવ્યરાજસિંહ મારી પાસે પૈસા માંગે છે જે બાબતે વાત કરવા અહી આવે છે.બાદ નવેક વાગ્યાની આસપાસ આ દિવ્યરાજસિંહનો ફોન આવેલ અને કહેલ કે અમે તારા ઘર પાસે યુનીયન બેંકની બાજુમાં આવેલ ભાભા હોટેલે ઉભા છીયે તુ આવી જા જેથી હુ તથા મારો ભાઈ નૈમીષ તથા મીત્ર ગીરીરાજસિંહ ત્રણેય ભાભા હોટેલ પાસે ગણેશ પાનની કેબીન પાસે ગયા હતા.જ્યાં પહેલેથીજ આ દિવ્યરાજસિંહ દશરથસિંહ જાડેજા,યુવરાજસિંહ ચુડાસમા,ક્રુષ્ણસિંહ જાડેજા અને દિવ્યેશ ઉર્ફે ભુરો વાઘેલા એમ ચાર માણસો ઉભા હતાં.

પરિવારજનો પણ ચિંતાગ્રસ્ત
પરિવારજનો પણ ચિંતાગ્રસ્ત

તુ કેમ પૈસા આપતો નથી
આ દિવ્યરાજસિંહે મને કહેલ કે તારી પાસે અવારનવાર હુ મારા પૈસા માંગુ છુ તુ કેમ નથી આપતો તેમ કહી આ દિવ્યરાજસિંહ તથા યુવરાજસિંહ મને ગાળો આપવા લાગ્યા અને અમારી વચ્ચે બોલાચાલી કરવા લાગેલ જેથી મારા ભાઈ નૈમીષે ગાળો આપવાની ના કહેતા દિવ્યરાજસિંહે મારા ભાઈ નૈમીષને ગાલ પર થપ્પડ મારી દીધેલ તે દરમ્યાન ત્યાં બીજી ગાડી આવેલ જેમાંથી ચાર અજાણ્યા માણસો ઉતર્યા હતા અને અમારી પાસે આવેલ અને આ લોકોને ગાડીમા લઇ લો તેમ કહેતા દિવ્યરાજસિંહ તથા સાથેના લોકોએ મને તથા મારા મીત્ર ગીરીરાજસિંહ ને તેમની ગાડીમાં બેસાડી દીધા હતા અને ત્યાંથી બન્ને ગાડીઓ લઈ આ લોકો અમને 150 ફુટ રીંગ રોડ સિનર્જી હોસ્પીટલ પાસે આવ્યા આસ્થા એવન્યુ પાર્કમાં આવેલ મકાનમાં લઈ ગયા હતા.

મને થોડો ટાઈમ આપો
જ્યાં ગીરીરાજસિંહને ગાડીમાંથી ઉતારી દીધેલ અને મને મકાન અંદર લઇ ગયેલ જ્યાં આ યુવરાજસિંહે મને તેમની પાસેની છરી બતાવી કહ્યું કે તારે અમારા પૈસા દેવાના છે કે નહી નહીતર તને જીવતો અહીથી જવા નહી દઈયે તેમ કહી આ તમામ લોકો મને જેમ ફાવે તેમ ગાળો આપી શરીરે ઢીકા પાટુનો માર મારવા લાગ્યા અને આ દિવ્યરાજસિંહે તેમની પાસે રહેલ પાઈપ વડે મને પગના ભાગે મારેલ અને મે આ લોકોને કહેલ કે મને થોડો ટાઈમ આપો હું તમારા બધા પૈસા બે ત્રણ મહીનામાં આપી દઈશ અને પૈસા ના આપી શકું તો હું મારી મીલ્કત તમારા નામે કરી દઈશ તેમ વાત કરતા આ લોકોને મારા ઉપર ભરોસો બેસતા યુવરાજસિંહે મને કહેલ કે જો તું બે ત્રણ મહીનામાં પૈસા અમને નહી આપ તો તારે ના છુટકે મીલ્કત અમારા નામે કરી દેવી પડસે. તેમ કહી આ લોકોએ મને જવા દીધો હતો.ત્યારબાદ પરિવારને જાણ કર્યા બાદ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ કે.એન.ભૂકણની રાહબરીમાં પીએસઆઈ જી.એન.વાઘેલા સહિતના સ્ટાફે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...