• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot Tomorrow, Manpani 50 Team Will Survey The Heads Of 1800 Citizens, Find Out The Scale Of Community Transfer, Herd Immunity And Virus.

સિરો સર્વે:રાજકોટમાં કાલે મનપાની 50 ટીમ 1800 નાગરિકોનો સિરો સર્વે કરશે, કોમ્યુનિટી ટ્રાન્સફર, હર્ડ ઇમ્યુનિટી અને વાયરસનો સ્કેલ શોધાશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એન્ટીબોડી-હર્ડ ઈમ્યુનીટી સબંધી તારણના આધારે કોરોનાનું જોખમ મપાશે

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં થોડા સમયથી કોરોના કાબૂમાં આવી ગયો છે અને નવા દૈનિક કેસોની સંખ્યા પણ ઉત્તરોત્તર ઘટી રહી છે. ત્યારે રાજકોટમાં આવતીકાલે મનપાની 50 ટીમ દ્વારા શહેરના 1800 નાગરિકોનો સિરો સર્વે કરશે. જેના આધારે લોકો કોરોના સામે કેટલા સુરક્ષિત છે અને એન્ટીબોડી હર્ડ ઈમ્યુનિટી કેવી છે સહિતના મુદાઓનું તારણ નિકળી શકશે. પાટનગર દિલ્હી, મુંબઈ જેવા મહાનગરમાં સિરો સર્વેની નિયમીત કવાયત કરવામાં આવે જ છે.

શું છે સિરો સર્વે
આ સર્વે માટે વ્યક્તિના શરીરમાંથી ઈન્જેક્શન મારફત 5 ML લોહી લેવાતું હોય છે. લેબોરેટરીમાં ટેસ્ટ થાય છે તેમાં આઈજીજી કે આઈજીએમ નહીં પરંતુ, સ્પાઈક પ્રોટીન એન્ટીબોડી નક્કી થશે. જો રિઝલ્ટ પોઝિટિવ આવે તો એનો અર્થ એ થયો કે જે તે વ્યક્તિનું શરીર કોરોના સામે લડવા જરૂરી એન્ટીબોડી ધરાવે છે. અર્થાત તેને કોરોના થાય તો ગંભીર અસર થવાની શક્યતા રહેતી નથી. આ સર્વે કરવાથી સંભવિત ત્રીજી લહેર આવે તો કેટલા ટકા વસ્તીને, ક્યાં વિસ્તારમાં, ક્યાં વય જૂથમાં વધુ જોખમ છે તે જાણી શકાય છે.

રાજકોટમાં 1800 સેમ્પલ લેવામાં આવશે.
રાજકોટમાં 1800 સેમ્પલ લેવામાં આવશે.

એન્ટીબોડીનું પ્રમાણ જોઇને તેનો રિપોર્ટ જાહેર કરશે
પ્રાપ્ત માહિતી મુજબ સિરો સર્વે તરીકે ઓળખાતી આ સામુહીક બ્લડ ટેસ્ટની કામગીરી અંતર્ગત મનપાના આરોગ્ય વિભાગની 50 ટીમ બનાવી છે અને પ્રત્યેક ટીમ 36 વ્યકિતઓના લોહીના નમૂનાઓ શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ફરીને અને ખાસ કરીને જ્યાં કોરોના સંક્રમણ વધુ હતું તેવા વિસ્તારોમાં જઇને લેશે. આમ કુલ 1800 વ્યકિતઓના લોહીની તપાસ મેડિકલ કોલેજમાં થશે. જેમાં એન્ટીબોડીનું પ્રમાણ જોઇને તેનો રિપોર્ટ જાહેર કરશે.

રેન્ડમલી એન્ટીબોડી ટેસ્ટ થાય તેવી શક્યતા
જોકે જેને કોરોના થઇ ગયો હોય તેવા લોકો અથવા જેને વેક્સિન લીધી છે તેવા લોકો કે પછી જેને કોરોના થયો નથી અને વેક્સિન પણ નથી લીધી તેવા લોકો.આ ત્રણમાંથી કંઇ કેટેગરીના લોકોનો એન્ટીબોડી ટેસ્ટ થશે તે હજુ જાહેર નથી થયું. સંભવત રેન્ડમલી એન્ટીબોડી ટેસ્ટ થાય તેવી શક્યતા છે. આમ કોરોના હળવો થતા હવે એન્ટીબોડી ટેસ્ટનો નિર્ણય લેવાતા તંત્રવાહકો કોવિડ ગાઇડ લાઇનના નિયમોમાં રાહત આપવાનું વિચારી રહ્યા હોય તેવી આશા લોકોમાં જાગી છે.

સર્વે માટે વ્યક્તિના શરીરમાંથી 5 ML લોહી લેવામાં આવશે
સર્વે માટે વ્યક્તિના શરીરમાંથી 5 ML લોહી લેવામાં આવશે

સંક્રમણ ઘટતું હોવા પાછળનું કારણ એન્ટીબોડી
આ સર્વે દ્વારા રાજકોટ જિલ્લો કોરોના સામે કેટલો સુરક્ષિત છે તેનો અંદાજ મળી શકશે. ગુજરાતમાં કેટલાંક વખતથી કોરોનાની સતત પીછેહઠ રહી જ હતી. દૈનિક નવા કેસોની સંખ્યા સતત ઘટતી જ રહી છે. એક પણ શહેર કે જિલ્લામાં કેસ બે આંકડામાં આવતા નથી. સંક્રમણ ઘટતું હોવા પાછળનું કારણ એન્ટીબોડી હર્ડ ઈમ્યુનિટી છે કે વાયરસ જ નબળો પડી ગયો છે તે પણ સિરો સર્વેનાં આધારે ચકાસી શકાશે.

અન્ય સમાચારો પણ છે...