ભાવ વધારો:રાજકોટ ટમેટામાં પરપ્રાંતની આવકો ઘટતા કિલોએ સડસડાટ રૂ.50 વધી ગયા, લીંબુની જેમ ટમેટાના ભાવે પણ ‘ખટાશ’ પકડી !

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ યાર્ડમાં ખેડા, તારાપુર એટલે કે ચરોતર તરફથી ટમેટાની આવકો ઘટતા બેંગલોર અને મહાષ્ટ્ર તરફથી ટમેટાનો જથ્થો આવી રહ્યો હતો. દરમિયાન હાલ બેંગલોરમાં વરસાદ પડતા ત્યાંની આવકો પણ ઘટવા લાગતા બીજી તરફ ટમેટાની ડિમાન્ડ વધતા ભાવ ઊંચકાયા છે. રાજકોટ યાર્ડમાં ટમેટાના પ્રતિ કિલોના ઊંચામાં રૂ.50ના ભાવ બોલાતા ઘરઆંગણે છૂટક બજારમાં સારી ક્વોલિટીના ટમેટાના ભાવ રૂ.80-90ના મથાળે અથડાઇ ગયા છે.

યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ યાર્ડમાં અત્યાર સુધી ખેડા અને તારાપુર તરફથી ટમેટાની આવકો થઇ રહી છે. દરમિયાન બેંગલોરમાં વરસાદ પડતા ત્યાંના લોકો મહારાષ્ટ્ર તરફથી ખરીદી શરૂ કરતા મહારાષ્ટ્રના ટમેટાના ભાવ ઊંચકાયા છે. જે તમામ અસરો વચ્ચે રાજકોટ યાર્ડમાં આજે જથ્થાબંધમાં પ્રતિ કિલોના રૂ.40-50 બોલાયા હતા, જેની અસરે છૂટક બજારમાં રૂ.80-90ના ભાવ બોલાવા લાગ્યા છે.

રાજકોટ યાર્ડમાં હાલ ટમેટાની મહારાષ્ટ્ર તરફથી છ ગાડીઓ તેમજ ખેડા તરફથી નાના સાતેક વાહનોની આવક થઇ રહી છે. પહેલા વીસેક ગાડીઓની આવક થતી હતી. સૌરાષ્ટ્રમાંથી ધારી, અમરેલી આસપાસના વિસ્તારોમાંથી ખૂબ જ જુજ કહી શકાય તેવી આવકો થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...