તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોની રઝળપાટ:આજે પણ રાજકોટમાં કોવિશિલ્ડ ખલ્લાસ, એક અઠવાડિયા સુધી રાહ જોવી પડશે, 20 હજારના ટાર્ગેટ સામે માત્ર 6 હજારને રસી, બાકીનાને ધક્કા

રાજકોટ3 મહિનો પહેલા
રસીકરણ કેન્દ્ર પર લોકોના ધક્કા.
  • સિનિયર સિટીઝને કહ્યું પહેલો ડોઝ આપ્યો પણ બીજા ડોઝ માટે ચાર ધક્કા ખાધા પણ રસી ન મળી

રાજકોટમાં કોરોના પ્રતિરોધક રસી માટે આજે પણ વેક્સિનેશન કેન્દ્ર પર વહેલી સવારથી જ લોકોની લાઇનો જોવા મળી હતી. પરંતુ વેક્સિનનો પુરતો જથ્થો ન હોવાને કારણે વેક્સિનેશનના મહાઅભિયાનને બ્રેક લાગી ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોજ 20 હજાર વેક્સિનના ડોઝ આપવાનો ટાર્ગેટ છે. પરંતુ તેની સામે છેલ્લા એક અઠવાડિયાથી 6 હજારનું વેક્સિનેશન થઇ રહ્યું છે. બાકીનાને ધક્કા ખાવા પડી રહ્યાં છે. જેમાં કોવિશીલ્ડનો અપુરતો જથ્થો હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટમાં આજે 50 ટકા રસીકરણ કેન્દ્ર બંધ છે. વડીલો વેક્સિન માટે ટળવળી રહ્યા છે અને રસીકરણ કેન્દ્રો પરથી ધક્કા ખાય રહ્યા છે.

નારાયણનગર આરોગ્ય કેન્દ્ર પર લોકોના ટળવળ્યા
શહેરના નારાયણનગર આરોગ્ય કેન્દ્ર ખાતે આજે લોકો વેક્સિન અપાવવા માટે ઉમટ્યા હતા. વહેલી સવારથી જ લોકોએ લાઇન લગાવી હતી. પરંતુ કોવિશિલ્ડનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી લોકો ટળવળ્યા હતા. મોટી ઉંમરના લોકો પણ ધક્કા ખાય રહ્યા છે પરંતુ વેક્સિન મળતી નથી. આથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

ડો.ચાર્મી માધાણી.
ડો.ચાર્મી માધાણી.

લોકોએ ગભરાયા વગર કોવેક્સિન લેવી જોઇએઃ રસીકરણ કેન્દ્રના કર્મી
સિનિયર સિટીઝને જણાવ્યું હતું કે, જંક્શન પ્લોટમાં પહેલો ડોઝ લીધો હતો. 84 દિવસની મુદ્દત પુરી થતા હું બીજો ડોઝ લેવા માટે રઝળપાટ કરી રહ્યો છું. બીજો ડોઝ લેવા માટે અલગ અલગ ચાર જગ્યાએ ધક્કા ખાધા પણ વેક્સિન તો મળી જ નહીં. રસીકરણ કેન્દ્રમાં ફરજ બજાવતા ડો.ચાર્મી માધાણીએ જણાવ્યું હતું કે, કોવિશિલ્ડ છે તેની જગ્યાએ કોવેક્સિન 200 ડોઝ એક કેન્દ્ર પર આવે છે. કોવિશિલ્ડની વેક્સિન એક અઠવાડિયા પછી આવશે. કોવિશિલ્ડની જેમ જ કોવેક્સિન કામ કરે છે. આથી લોકોએ ગભરાયા વગર કોવેક્સિન લેવી જોઇએ.

સિનિયર સિટીઝને બીજા ડોઝ માટે 4 ધક્કા ખાધા પણ વેક્સિન ન મળી.
સિનિયર સિટીઝને બીજા ડોઝ માટે 4 ધક્કા ખાધા પણ વેક્સિન ન મળી.

પ્રથમ ડોઝ કોવિશિલ્ડનો લીધો હોય તેમને બીજા ડોઝ માટે રાહ જોવી પડશે
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.લલિત વાંજાએ જણાવ્યું હતું કે, આજે 27 સેશન સાઇટ પર વેક્સિનેશનની કામગીરી ચાલુ છે. આજે કોવિશિલ્ડનો જથ્થો રાજકોટમાં ખલ્લાસ થઇ ગયો છે. નવા જથ્થાની ફાળવણી કરવામાં આવી નથી. જે આગામી એક બે દિવસમાં સરકાર તરફથી ફાળવવામાં આવે તેવી શક્યતા છે. જે લોકોએ પ્રથમ ડોઝ કોવિશિલ્ડનો લીધો હોય તેમને બીજા ડોઝ માટે રાહ જોવી પડશે. આજે ફક્ત શહેરમાં કોવેક્સિન આપવામાં આવી રહી છે.

રાજકોટમાં કોવિશિલ્ડ ખલાસ
કોરોના વેક્સિનની રસી મુકાવવા માટે સરકારે મહાઅભિયાન શરૂ કર્યું પરંતુ પુરતો સ્ટોક ન હોવાથી રાજકોટ મનપાની વેક્સિનેશન સાઇટ પરથી લોકોને પરત જવું પડે છે. રવિવારે સાંજ સુધી મનપા પાસે કોવિશિલ્ડનો જથ્થો મળ્યો ન હોવાથી સોમવારે કોવેક્સિનથી જ કામ ચલાવવું પડશે. આરોગ્ય વિભાગ પાસે કોવેક્સિનનો માત્ર 8500 ડોઝ છે. આથી કોવેક્સિનના બીજા ડોઝ માટે આવતા લોકોને પ્રથમ તક આપવામાં આવશે. જો વેક્સિનનો જથ્થો નહીં મળે તો મનપાની વેક્સિનેશનની 62 સાઇટમાંથી અડધો અડધ સાઇટ બંધ રાખવી પડશે. રવિવારે 5836 લોકોનું વેક્સિનેશન થયું હતું.

રસીકરણ કેન્દ્ર બહાર લોકો ટળવળ્યા.
રસીકરણ કેન્દ્ર બહાર લોકો ટળવળ્યા.

62 કેન્દ્ર પર વેક્સિનેશનની કામગીરી ચાલે છે
મનપાના તમામ આરોગ્ય કેન્દ્રો પર 62 સાઇટ શરૂ કરી વેક્સિનેશનની કામગીરી કરે છે. રવિવારે વેક્સિનનો પૂરતો જથ્થો ન હોવાથી 10 સાઇટ બંધ કરવાની ફરજ પડી હતી. વેક્સિનનો પૂરતો જથ્થો મળતો ન હોવાથી અનેક લોકોને વેક્સિન મુકાવ્યા વગર પરત જવું પડે છે. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રવિવારે સાંજે મનપા પાસે 8500 ડોઝ કોવેક્સિનનો સ્ટોક છે અને કોવિશિલ્ડનો એક પણ ડોઝ નથી. આથી સોમવારે 62 સાઇટમાંથી અડધો અડધ સાઇટ બંધ રાખવી પડશે અને કોવેક્સિનનો બીજો ડોઝ લેવા આવતા વ્યક્તિઓને પ્રથમ તક આપી તેમને વેક્સિન મૂકવામાં આવશે. રસીનો વધુ જથ્થો મેળવવા પ્રયાસો ચાલી રહ્યા છે. સરકારે રાજકોટને રવિવારે 5000 ડોઝ આપ્યા બાદ વેક્સિનેશન થયું હતું.

14 દિવસમાં થયેનું રસીકરણ

તારીખરસીકરણ
14-65767
15-67142
16-66218
17-64153
18-64653
19-65816
20-63382
21-66319
22-68438
23-610132
24-611055
25-610332
26-64790
27-65836