RTOની ચેકીંગ ઝુંબેશ:રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે નિયત સંખ્યા ક૨તા વધુ બાળકોને બેસાડતા 4 વાહનોને ડીટેઇન કરાયા

રાજકોટએક મહિનો પહેલા
કોરોનાનાં નિયમોનો ઉલાળીયો કરતા 4 વાહનો ડિટેઇન કરાયા
  • અત્યારસુધી કુલ 20 જેટલા વાહનો ડિટેઇન કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
  • નિયમભંગ કરનારને રૂા.5 થી 13 હજા૨ સુધીનો દંડ ફટકારવામાં આવે છે : ઇન્ચાર્જ ARTO

રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે RTO વિભાગ દ્વારા સ્કુલ વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આજે 4 વાહન ડીટેઇન કરીને RTO ઓફીસે લઇ જવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓને ઘેટા-બકરાની જેમ ભરવામાં છે
રાજકોટમાં કોરોના હળવો થયા બાદ તમામ સ્કુલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ ખુલી છે ત્યારે વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાઇ નહીં તે માટે તમામ પ્રકારની તકેદારીના પગલા લેવાયા છે પરંતુ વિદ્યાર્થીઓને શાળાએ લઇ જતા વાહનોમાં ગાઇડલાઇનનો ભંગ થયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. અનેક વાહનોમાં વિદ્યાર્થીઓને ઘેટા-બકરાની જેમ ભરવામાં આવી રહ્યા છે તો અનેક રીક્ષા અને સ્કુલ વાનમાં કેપીસીટી કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડી પરિવહન કરતા હોવાનું પણ સામે આવ્યું છે.

ઇન્ચાર્જ ARTO એમ.ડી.પાનસેરિયા
ઇન્ચાર્જ ARTO એમ.ડી.પાનસેરિયા

રૂા.5 થી 13 હજા૨ સુધીનો દંડ ફટકારવામાં : ઇન્ચાર્જ ARTO
આ મુદ્દે ઇન્ચાર્જ ARTO એમ.ડી.પાનસેરિયાએ જણાવ્યું હતું કે, આજે RTO વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે યુનિવર્સિટી રોડ ઉપર આવેલી ધોળકીયા સ્કુલ નજીક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 4 વાહનો ડીટેઇન કરીને આરટીઓ કચેરીએ લઇ જવામાં આવ્યા હતા.અત્યારસુધી કુલ 20 જેટલા સ્કૂલ વાહનો ડિટેઇન કરી તેની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધ૨ી રૂા.5 થી 13 હજા૨ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ખાનગી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો
ઉલ્લેખનીય છે કે શહે૨ના જુદા જુદા વિસ્તા૨ો કે જયાં શાળાઓ આવેલી છે ત્યાં આ૨ટીઓ તંત્રની ટીમો ઉત૨ી પડી છે અને નિયત ક૨તા વધુ સંખ્યામાં બાળકો ભ૨ીને નીકળતા સ્કૂલ વાહનો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધ૨વામાં આવેલ છે. જેને પગલે વિદ્યાર્થીઓને શાળાએ તેડવા-મુકવા જતા ખાનગી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...