દાવેદારી:રાજકોટમાં 1 અપક્ષ અને સામ્યવાદી પક્ષ સહિત ત્રણ ઉમેદવારે નોંધાવી દાવેદારી

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા દિવસે ત્રણ અપક્ષે ફોર્મ ભરતા કુલ સંખ્યા 4 થઈ
  • 9મીએ વધુ 78 ફોર્મ સહિત અત્યાર સુધીમાં 342 જેટલા ફોર્મ ઉપડ્યા જેમાં સૌથી વધુ રાજકોટ પૂર્વમાંથી ઉપાડ

રાજકોટ જિલ્લાની આઠ બેઠક માટે સતત ફોર્મ ઉપાડવાના ચાલુ છે 9મીએ એક સાથે 78 ફોર્મ ઉપડતા કુલ 342 ફોર્મ ઉપડ્યા છે બીજી તરફ તે પૈકી અત્યાર સુધીમાં 3 નામાંકન આવ્યા છે જેમાં બે અપક્ષ અને એક સામ્યવાદી પક્ષ છે. જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર રાજકોટ પૂર્વ માટે નવા 15 સહિત 63, રાજકોટ પશ્ચિમ માટે વધુ 22 સહિત 57, રાજકોટ દક્ષિણમાં વધુ 12 સાથે 50, રાજકોટ ગ્રામ્ય બેઠક માટે વધુ 8 સાથે કુલ 52, જસદણ માટે વધુ 8 સાથે 29, ગોંડલ માટે વધુ 7 સાથે કુલ 43, જેતપુરમાં વધુ 1 સાથે 26, ધોરાજીમાં વધુ 5 સાથે 22 ફોર્મ ઉપડ્યા છે.

આ ફોર્મ પૈકી રાજકોટ ગ્રામ્ય બેઠક માટે રમેશ ડાંગર, રાજકોટ પશ્ચિમ માટે પ્રવીણ દેંગડાએ અને રાજકોટ પૂર્વ બેઠક માટે સુરેશ સાગઠિયાએ ભારતીય સામ્યવાદી પક્ષમાંથી નામાંકન રજૂ કર્યું છે. આ પહેલા એક નામાંકન 8મીએ આવ્યું હતું તેથી અત્યાર સુધીમાં કુલ 4 ઉમેદવાર નોંધાયા છે.

મતદાન જાગૃતિ : ઓછું મતદાન થતું હોય ત્યાં ફર્યા અવસર રથ
2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જે વિધાનસભા વિસ્તારમાં ઓછું મતદાન થયું હોય તેવા વિસ્તારમાં અવસર રથ મોકલાઈ રહ્યાં છે. આ રથ રાજકોટમાં જેતપુરમાં પ્રેમગઢ, પાંચપીપળા, કેરાળી, જામકંડોરણા, અડવાળા, ચરેલ, બરડિયા સહિતના વિસ્તારોમાં ફરીને લોકોને વધુ મતદાન કરવા અપીલ કરી હતી અને 550થી વધુ લોકોએ આ રથનું નિદર્શન ર્ક્યુ હતું. બીજા દિવસે આ રથ ધોરાજી પહોંચ્યો હતો અને ત્યાં પણ મતદાન જાગૃતિ માટે વિવિધ પત્રિકાઓનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...