રિલ્સની ઘેલછાના LIVE દૃશ્યો:રાજકોટમાં યુવકે ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી પાડી હવામાં ફાયરિંગ કર્યું, પોલીસે અટકાયત કરી, રમકડાની બંદુક હોવાનો ખુલાસો

રાજકોટ22 દિવસ પહેલા

રાજકોટમાં યુવાધનને રિલ્સ બનાવવાની ઘેલછા લાગી હોય તેમ અવારનવાર કાયદાના હાથમાં લેતા વીડિયો બનાવતા હોવાનું સામે આવે છે. ત્યારે વધુ એક યુવક રિલ્સ બનાવવાની ઘેલછામાં બંદુકમાંથી ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો બનાવ્યો છે. જેમાં યુવક ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી પાડી પોતાની પાસે રહેલી બંદુકમાંથી હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. યુવકે ‘ભલે એકલો પણ એકડો’ ગીત પર વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. જો કે, પોલીસે વીડિયો વાઇરલ કરનાર યુવક દીપ ગોસ્વામીની અટકાયત કરી હતી. પોલીસ પૂછપરછમાં રમકડાની બંદુકથી વીડિયો બનાવ્યો હતો. બાદમાં વીડિયો એડેટિંગ કરી રિયલ ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો બનાવ્યો હતો. બાદમાં દીપે જાહેર જનતાની માફી માગી હતી.

રમકડાની બંદુકનો ઉપયોગ કરી એડિટિંગ કરી વીડિયો બનાવ્યો
રમકડાની બંદુકનો ઉપયોગ કરી એડિટિંગ કરી વીડિયો બનાવ્યો

જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું
રાજકોટમાં પોલીસનો ખૌફ જ ઓસરી ગયો હોય તેમ એક બાદ એક સોશિયલ મીડિયામાં આવા વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. ધોળા દિવસે રસ્તા પર આ રીતે યુવક વીડિયો બનાવી પોલીસને પડકાર ફેંકતો હોય તેવું લાગી રહ્યું છે. હાલનું યુવાધન આવા વીડિયો બનાવવામાં ગાંડાતૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે.

યુવકે ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી પાડી
યુવકે ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી પાડી

અગાઉ જન્માષ્ટમીના પર્વે એક યુવકે ફાયરિંગ કર્યું હતું
રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર જાહેરમાં એક શખસે પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો જન્માષ્ટમી પર્વ પર એકત્રિત થયાનું જોવા મળ્યું હતું. જેમાં એક શખસ આવેગમાં આવીને પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ હવામાં કરતો હોવાનું નજરે પડ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફાયરિંગ કરનાર જીવણ નાગજીભાઈ મકવાણાની ધરપકડ કરી હતી.

રમકડાની બંદુક સાથે યુવકે એન્ટ્રી કરી.
રમકડાની બંદુક સાથે યુવકે એન્ટ્રી કરી.