રાજકોટ શહેરના રૈયા ચોક નજીક યોગીનગરમાં રહેતા શૈલેષભાઇ ગાંડુભાઇ બોરીયા (ઉ.વ.39)એ અજય ભાઈચંદ ગઢિયા વિરુદ્ધ સણોસરા ગામની જમીનનો 1.50 કરોડનો દસ્તાવેજ બનાવી તેમની પાસેથી રૂ.3.30 કરોડ વસૂલ્યા હોવાની ફરિયાદ કુવાડવા પોલીસ મથકમાં નોંધાવી હતી. જેને પગલે પોલીસે કલમ 406,420 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વહીવટ કર્તા મને નીમેલ હતો
શૈલેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરીવાર સાથે રહું છું અને ખેતીકામ કરી મારા પરીવારનુ ગુજરાન ચલાવુ છુ. મેં સણોસરા ગામ ના સર્વે નં.351/1 પૈકી 1 બીન ખેડવાણ જમીન મે.લાલન સ્ટાર એકસપોર્ટના નામની ભાગીદારી પેઢીના નામે ચાલતી પેઢીમાં ભાગીદાર થયેલ હતો અને જેના કુલમુખ્યાર દરજજે વહીવટ કર્તા મને નીમેલ હતો અને અમારી સણોસરા ગામના બીનખેડવાણ જમીન અને તેની ઉપર કરવામાં આવેલ બાંધકામ ઉભા ઇમલા સહીત અને તેમાં રહેલ મશીનરી સહીતના મિલકત તથા મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના મીતાણા ગામના રે.સ.નં. 304 પૈકીની જમીન બીનખેડવાણ પ્લોટ પૈકીના 5 પ્લોટ તથા સર્વે નં.279 પૈકીની જમીન બીનખેડવાણ પ્લોટ પૈકીના 19 પ્લોટ તથા સર્વે નં.279 પૈકીની જમીન બીનખેડવાણ પ્લોટ પૈકીના 11 પ્લોટ સહીતના તમામનુ વેચાણ કરવાનુ હતું.
યુનીયન બેંકની લોન પણ ચાલુ હતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જેથી અમોએ દલાલ જીતેન્દ્રભાઇ મનસુખભાઇ જોષીને વાત કહેલ હતી અને તેઓએ અમોને અજયભાઇ ભાયચંદભાઇ ગઢીયાની મુલાકાત અમારી સણોસરા ગામની બાંધકામ કરેલ સાઇટ ઉપર લઇને આવેલ હતા અને ઉપરોકત તમામ મીલ્કત ખરીદ કરવાની વાત કરેલ હતી અને તેઓ અવાર નવાર ઉપરોકત પ્લોટીંગ ઉપર પોતે તથા તેમના દિકરા હૈનીલભાઇ અજયભાઇ ગઢીયા તથા માધવભાઇ અજયભાઇ ગઢીયા સાથે આવેલ હતા અને ઓમોએ તેઓને બન્ને બીનખેડવાણ જમીન પ્લોટ સણોસરા ગામ ના બાંધકામ કરેલ બીલ્ડીંગ મશીનરી સાથે 11 કરોડમાં વેચાણ કરવાનુ કહેલ હતુ અને જેના ઉપર અમારે રૂ.3,30,00,000 યુનીયન બેંકની લોન પણ ચાલુ હતી.જેથી તેઓએ અમારી ઉપરોત મિલકત રૂ.8,91,00,000 માં લોન ભરપાઇ કરવાની શરતે ખરીદી કરવાનું નકકી કરેલ હતુ.
અમોએ ડ્રાફટ દસ્તાવેજ વંચાણે લઇ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તા.02/11/2020 ના રોજ કરેલ અને સૂથી પેટે રૂ.1,00,000 રોકડા આપેલ હતા અને જે અંગે તા.06/02/2021 ના રોજ સાટાખત સમજુતી કરાર કરાયેલ હતો અને જે વખતે રૂ.10,00,000 નો ચેક આપેલ હતો. જે મે મારા ખાતામાં નાખેલ હતો અને અમોને કહેલ કે બાકી રકમ બેંકમાં ભરી આપશે અને તેઓને લોન કરવાની હોય જેથી સણોસરા ગામની આવેલ મિલકતનો તાત્કાલીક દસ્તાવેજ કરી આપો જેથી લોનની પ્રક્રિયા ઝડપથી થઇ શકે માટે આ અજયભાઇ ગઢીયા અમારી પાસે આવેલ અમોને ડ્રાફટ દસ્તાવેજ લઇને આવેલ હતા અને અમોને કહેલ કે રૂ.3,85,00,000 દસ્તાવેજ થશે તેમ ડ્રાફ્ટંગ વંચાણ કરાવેલ હતુ જેથી અમોએ ડ્રાફટ દસ્તાવેજ વંચાણે લઇ તેઓને હા પાડેલ હતી. જેથી ગઇ તા. 03/11/2021ના રોજ અમોએ તેઓને દસ્તાવેજ કરી આપેલ હતો.
મીતાણા ગામની પ્લોટીંગ જોતુ નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્યારબાદ અમોએ તેઓને દસ્તાવેજની નકલ મંગાવતા અને અમોને જણાવેલ કે હજુ નકલ આવેલ નથી થોડા સમય મા આવી જાય બાદ આપી દઇશ જેથી અમોએ તેઓને વારંવાર દસ્તાવેજની નકલ માંગતા આપતા ન હોય અને અમોને વારંવાર બહાના બતાવતા હોય જેથી ઓમોને ગઇ તા.09/12/2021 ના રોજ સબ રજીસ્ટાર ઓફીસ ખાતેથી દસ્તાવેજની નકલ મેળવી દસ્તાવેજ વંચાણે લેતા જેમા રૂ.3,85,00,000 બદલે રૂ.1,55,00,000નો દસ્તાવેજ થયેલ નુ જાણવા મળેલ હતુ જેથી અમોએ આ અજયભાઇ સાથે વાત કરતા અમોને જણાવેલ કે મારે સ્ટેમ્પ ડયુટી ઓછી ભરવી પડે જેથી નાનો દસ્તાવેજ કરાવેલ છે.બાદ અમોએ આ અજયભાઇ પાસે અવાર નવાર પૈસાની માંગણી કરતા હાલે મારી પાસે વધારે પૈસા નથી અને મારે મીતાણા ગામની પ્લોટીંગ જોતુ નથી.
છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જેથી ગઇ તા .17/12/2021 ના રોજ બાલાભાઇ દેવાભાઇ બોરીયાની ઓફીસે મને આ અજયભાઇ ગઢીયાએ બોલાવેલ હતો અને ત્યા અશ્વીનભાઇ ઝાલાવડીયા તથા હસમુખભાઇ સોવટીયા જીતુભાઇ જોષી તથા હેનીલભાઇ ગઢીયા તથા માધવભાઇ ગઢીયા ત્યા હાજર હતા અને અને આ અજયભાઇએ તથા અશ્વીનભાઈ ઝાલાવડીયાએ જણાવેલ કે મીતાણા વાળી જગ્યા તમો અડધી સંભાળી લો બાકીના પૈસા તમોને આપી દે જેથી અમોને ઉપરોકત તમામ માણસો ની હાજરીમાં નોટરી રાઇઝ લખાણ કરાવેલ હતું.અજયભાઇ ગઢીયા તથા તેમના દિકરા હેનીલભાઈ ગઢીયા તથા માધવભાઇ ગઢીયા નાઓએ અમોને રૂ.3,30,00,000આપવાના રહેશે. તે પૈસા નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.