ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે:રાજકોટમાં પત્નીએ પતિને પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપી ફોટા પાડ્યા, પતિએ ઢોર માર મારતા પત્નીએ પિયરમાં કેરોસીન ગટગટાવ્યું

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • રાજકોટમાં પતિ, પત્ની ઔર વો ના કિસ્સાઓની સર્જાઈ હારમાળા
  • અચાનક આવી ચડેલી પત્નીએ બન્નેના ફોટા પાડતા પતિએ માર માર્યો
  • પતિ સહિત ચાર શખ્સ ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

રાજકોટમાં પતિ પત્ની ઔર વોના કિસ્સાઓની હારમાળા સર્જાઈ હોય તેમ એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે. થોડા દિવસો પૂર્વે પતિની પ્રેમિકાને મારમારી પત્ની સહિતની મહિલાઓએ ગુપ્તાંગમાં મરચુ ભર્યું હોવાની ઘટનાઓ હજુ વિસરાઈ નથી ત્યાં વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પતિને પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપી લઈ પત્નીએ ફોટા પાડતાં પતિએ પત્નીને મારમાર્યો હતો. જેથી પત્નીને લાગી આવતાં પિયરમાં જઈ પત્નીએ કેરોસીન પી લીધું હતું. તેણીની તબિયત લથડતાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ નજીક આવેલા પારડી ગામે શિવમ પાર્કમાં રહેતાં રેખાબેન હિરેનભાઈ પરમાર નામની 23 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં કેરોસીન પી લીધું હતું. તેણીની તબિયત લથડતાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

રેખાબેનને મારમાર્યો હતો
પ્રાથમિક પૂછપરછમાં રેખાબેનના ત્રણ વર્ષ પૂર્વે હિરેન પરમાર સાથે લગ્ન થયા હતા. ગઈકાલે રેખાબેન પરમાર બહાર ગયા હતા. ત્યારે પતિ હિરેન અને પ્રેમિકા રાધિકા બન્ને પલંગ ઉપર બેઠા હતા. ત્યારે રેખાબેન અચાનક આવી ચડતાં પતિને પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપી લીધાના પૂરાવા માટે રેખાબેને બન્નેના ફોટા પાડ્યા હતા. જેથી હિરેને ઉશ્કેરાઈ જઈ પત્ની રેખાબેનને મારમાર્યો હતો અને રેખાબેનનો મોબાઈલ તોડી નાંખ્યો હતો.

પિયરમાં કેરોસીન પી લીધું
પતિને પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપી લેતાં રેખાબેનને લાગી આવ્યું હતું અને આવેશમાં આવેલી પરિણીતા પારડી સ્થિત માવતરે ચાલી ગઈ હતી અને જ્યાં પોતાના પિયરમાં કેરોસીન પી લીધું હતું. કેરોસીન પી લેનાર રેખાબેને એવો પણ આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદ પતિ હિરેન પરમાર, તેની પ્રેમિકા રાધિકા, જેઠ સાગર પરમાર અને જેઠાણી મનિષાબેન પરમાર ત્રાસ આપતા હોવાનો આરોપ મૂક્યો છે. આ અંગે શાપર પોલીસે મહિલાએ કરેલા આક્ષેપોના પગલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.