વરસાદની હાથતાળી:રાજકોટમાં વાતાવરણમાં પલ્ટો આવતા ઝાપટું વરસ્યું, ગણતરીની મિનિટોમાં જ રસ્તા ભીના થયા

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
મધ્યમથી અતિ ભારે વરસાદની આગાહી - Divya Bhaskar
મધ્યમથી અતિ ભારે વરસાદની આગાહી
  • છેલ્લા 5 દિવસ દરમિયાન ઝરઝર વરસાદ પડવાથી શહેરીજનોમાં નિરાશા જોવા મળી

રાજકોટ આજે સાંજે વાતાવરણમાં પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું હતું. ત્યારબાદ ગાજવીજ સાથે ઝાપટું વરસ્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ રસ્તા ભીના થયા હતા પરંતુ છેલ્લા 5 દિવસથી આ જ પ્રકારે ઝરઝર વરસાદ પડવાથી શહેરીજનોમાં નિરાશા જોવા મળી હતી.

મધ્યમથી અતિ ભારે વરસાદની આગાહી
શહેરમાં આજે 20 મિનિટ સુધી ઝરમર વરસાદ વરસ્યો હતો. જેમાં માધાપર ચોક, શીતલ પાર્ક ચોક, રાજકોટ-જામનગર હાઇવે આસપાસના વિસ્તારમાં મેઘરાજાની ધીમી ધારે પધરામણી થઈ હતી. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજી સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમ અસરથી વરસાદ જોર રહેશે. આ વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ સુધી મધ્યમથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

9 દિવસ પહેલા ધોધમાર વરસાદ પડ્યો હતો
9 દિવસ પહેલા ધોધમાર વરસાદ પડ્યો હતો

9 દિવસ પહેલા ધોધમાર વરસાદ પડ્યો હતો
ઉલ્લેખનીય છે કે આજથી 9 દિવસ પહેલા શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં મોરબી હાઇવે, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, ઈન્દિરા સર્કલ અને રૈયા રોડ સહિતના વિસ્તારોમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગોંડલ પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યાં 4 કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયાં હતાં. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો