તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Tone Of The Administrators Is That If Corona's Condition Remains The Same, It Will Be Difficult To Take Std. 1 To 8 Exams.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજકોટમાં સંચાલકોનો સૂર, કોરોનાની આવી જ સ્થિતિ રહી તો ધો.1થી 8ની પરીક્ષા લેવી મુશ્કેલ, બોર્ડની પરીક્ષા પણ પાછી ઠેલાઈ શકે છે

રાજકોટ11 દિવસ પહેલા
  • સરકારે 15 દિવસ બાદ પરિસ્થિતિ મુજબ નિર્ણય અંગે જાહેરાત કરવાનું કહ્યું છેઃ શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજકોટ શહેરમાં રોજ 200થી 300 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે 15થી 19 દર્દીનાં મૃત્યુ થઇ રહ્યાં છે. હાલ કોરોના પરિસ્થિતિ પિક પોઇન્ટ હોવાથી સરકાર અને તંત્ર પણ ચિંતામાં મુકાઇ ગયાં છે અને કોરોનાવાયરસની ચેઇન તોડવા મહેનત કરી રહ્યા છે. આ બધા વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓને ચિંતા સમાન પ્રશ્નની હકીકત જાણવા દિવ્યભાસ્કર દ્વારા એક ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અલગ અલગ સ્કૂલના સંચાલકો, આચાર્ય અને અધિકારીઓ સાથે વાતચીત કરી એક ચિતાર મેળવવા પ્રયાસ કર્યો હતો, જેમાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે જો આ જ પરિસ્થિતિ રહેશે તો ફિઝિકલ પરીક્ષા લઇ શકાય તેમ નથી, એટલે કે કોરોના સંક્રમણ અટકશે નહીં તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય પણ પાછળ ઠેલાય તો નવાઇ નહિ.

વાલીઓ ઓફલાઇન પરીક્ષા માટે સહમત ન હોવાનું સામે આવ્યું
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર સાથે ધોરણ 1થી 8 અને 9થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા કઈ રીતે લેવી એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે સરકાર તરફથી આ સમયે નિર્ણય લેવો અયોગ્ય જણાવ્યું હતું, પરંતુ 15 દિવસ બાદ પરિસ્થિતિ મુજબ નિર્ણય અંગે જાહેરાત કરવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. હાલની પરિસ્થિતિને જોતાં કોઈપણ શાળા કે કોઈપણ વાલીઓ વિદ્યાર્થીઓની ફિઝિકલ ઓફલાઇન પરીક્ષા માટે સહમત ન હોવાનું સામે આવી રહ્યું છે. સરકાર દ્વારા 9થી 12ની પરીક્ષા સમય અંગે જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અથવા આગલી એકમ કસોટી આધારે પરિણામ આપવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડ.
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડ.

સંભવતઃ ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે
ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. અગાઉ સરકાર દ્વારા એકમ કસોટી લેવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓના ઘરે પ્રશ્નપત્ર પહોંચાડી પરીક્ષા લેવામાં આવી હતી. હાલ કોરોના સંક્રમણ વધતાં પરિસ્થિતિ ગંભીર માનવામાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને ફિઝિકલ પરીક્ષા લેવામાં આવે એવો કોઇ અંદાજ જોવા નથી મળી રહ્યો, પરંતુ વિદ્યાર્થીઓનાં આરોગ્ય અને શિક્ષણને ધ્યાનમાં રાખી પાછલી એકમ કસોટીનાં પરિણામ પરથી વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે અથવા તો ફરી એક વખત પ્રશ્નપત્ર ઘરે મોકલી પરીક્ષા લેવામાં આવે એવી શક્યતા સેવાઇ રહી છે. જોકે આ અંગે નિર્ણય લેવો પણ મુશ્કેલ ભર્યો અને પડકાર રૂપ છે, કારણ કે વિદ્યાર્થીઓને ઘરે ઘરે પ્રશ્નપત્ર આપવા જતા શિક્ષકોમાં પણ સંક્રમણ લાગવાનો ભય સતાવી રહ્યો છે. આ માહોલ વચ્ચે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન પણ આપવામાં આવે તો નવાઇ નહીં.

ધો. 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન પણ આપવામાં આવે તો નવાઇ નહીં.
ધો. 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન પણ આપવામાં આવે તો નવાઇ નહીં.

ગુજરાતભરના વાલીઓ ચિંતાતુર બન્યા
કોરોનાના વધતા જતા કેસને પગલે ગુજરાતભરના વાલીઓ ચિંતાતુર બન્યા છે અને શૈક્ષણિક કાર્ય બંધ કરવાની માગ ઊઠી હતી. ત્યારે શિક્ષણ વિભાગની મહત્ત્વપૂર્ણ બેઠકમાં 10 એપ્રિલ સુધી ગુજરાતનાં 8 મહાનગરોમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય બંધ કરવા જાહેરાત કરવામાં આવી હતી. જોકે હાલની પરિસ્થિતિ જોતાં 10 એપ્રિલ બાદ ફરી શાળા શરૂ કરી શકાય એવી કોઇ સ્થિતિ જોવા મળી રહી નથી, માટે સરકાર દ્વારા આવનારા દિવસોમાં શાળા બંધ રાખવા સમયમાં પણ વધારો કરવા જાહેરાત કરે એવી શકયતા પૂરેપૂરી સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો