તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધાનો અભાવ:રાજકોટમાં એપ્રિલમાં 4 લાખને વેક્સિન આપવાનો ટાર્ગેટ, ભાજપના નેતાઓ મેદાને, કોઇ વૃદ્ધોને ખુરશી સાથે તો કોઇ તેડીને લાવ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • વધુને વધુ લોકો વેક્સિન મૂકાવે તે માટે ચૂંટાયેલા કોર્પોરેટરો અને ભાજપના આગેવાનોને જવાબદારી સોંપાઇ

શહેરમાં કાતિલ કોરોના સામે કવચ માટે રસીકરણ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ તંત્રના મેનેજમેન્ટના અભાવે વયોવૃદ્ધ લોકો માટે વ્હિલચેરની સુવિધાનો અભાવ વેક્સિનેશનના કેન્દ્ર પર જોવા મળ્યો હતો. ત્યારે તંત્ર સહિત ચૂંટાયેલા કાર્યકર્તાઓને એપ્રિલ માસ દરમિયાન 4 લાખ લોકોને વેક્સિન અપાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેની પૂર્તિ કરવા શહેરના રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે દિલધડક દ્રશ્યો સામે આવ્યા હતા. સિનિયર સિટીઝનો ચાલી ન શકે તેમ ન હોય તેમને ખુરશી સાથે તેડીને ભાજપના કાર્યકર્તા વેક્સિન મુકાવવા માટે અંદર લઇ જતા નજરે પડ્યા હતા.

48 કેન્દ્ર પર વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું
હાલ રાજકોટમાં વોર્ડ વાઇઝ કોરોના રસીકરણ માટે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વધુને વધુ લોકો વેક્સિન મૂકાવે તે માટે ચૂંટાયેલા કોર્પોરેટરો અને ભાજપના આગેવાનો કાર્યકર્તા જહેમત ઉઠાવી છે. શહેરમાં આજથી કુલ 48 કેન્દ્ર પર વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે અને તેમાં લોકોને અગવડતા ન પડે તે માટે કાર્યકર્તાને પોતાને સોંપવામાં આવેલી જવાબદારી નિભાવી લોકોને વેક્સિનેશન માટે મદદરૂપ બની રહ્યાં છે.

આ અભિયાનમાં નેતાઓ પણ સામેલ થયા
રસીકરણના મહાઅભિયાનમાં હવે નેતાઓ પણ સામેલ થયા છે. નવાં ચૂંટાયેલ કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખને આ અંગે ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. જે માટે એક સપ્તાહ પૂર્વે નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે આજથી શહેરમાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામનું વેક્સિનેશન કરવાની શરૂઆત થઈ ગઈ છે. કુલ 48 કેન્દ્ર પર આજથી રસીકરણની શરૂઆત કરવામાં આવી છે.

છેલ્લા 2 દિવસથી વેક્સિન 12000 લોકો સુધી પહોંચી
રાજકોટમાં વેક્સિનેશન પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. દરેક સરકારી વિભાગમાં કર્મચારીઓ, જેલના કેદીઓ સહિત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. રાજકોટમાં એવરેજ દરરોજ 10000થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં છેલ્લા 2 દિવસથી વધારો નોંધાયો છે અને આ સંખ્યા 12000 સુધી પહોંચી છે. આજથી વેક્સિનેશન કેન્દ્ર વધારતા આ સંખ્યામાં વધારો નોંધાશે. જેમાં ચાલુ એપ્રિલ માસ દરમિયાન 4 લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો