રાજકોટ શહેરમાં પિતાની હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં દીકરી રાત્રીના ઘરે એકલી હતી એ સમયે સાવકા પિતાએ નજર બગાડી અડપલાં કર્યા હતા. યુવતીએ પ્રતીકાર કરતા પિતાએ છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પોતાની કરતૂત બંધ ન કરતા દીકરી હેબતાઈ ગઈ હતી. પિતાની ધમકીથી ડરેલી યુવતીએ બે માસ બાદ સમગ્ર મામલે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે હવસખોર પિતાને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
સાવકા પિતા સાથે રહેતી હતી
આ અંગેની પીડિતાએ તેના સાવકા પિતા અમૃત ગોવિંદભાઈ વાઘેલા વિરુદ્ધ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેના પિતા સાથે માતાને છૂટાછેડા થઈ જતા તે હાલમાં તેની સાવકી બહેન અને સાવકા પિતા સાથે રહેતી હતી.
યુવતી જાગી ગઈ
ગત તારીખ 25 જાન્યુઆરીના રોજ રાત્રીના એકાદ વાગ્યે ઘરે પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે પિતા તેના રુમમાં આવ્યા હતા.અને તેના શરીરને અણછાજતો સ્પર્શ કર્યો હતો. જેથી યુવતી જાગી ગઈ હતી. પિતા અચાનક મોડી રાત્રીના પોતાના રૂમમાં આવતા યુવતીને કંઈ અજુગતું થયું હોય તેવું લાગ્યું પરંતુ સાવકા પિતાએ પોત પ્રકાશી તેણીના શરીરે હાથ ફેરવવા લાગ્યો હતો.
..તો જાનથી મારી નાખીશ
આ ઘટનાને પગલે પીડિતા ડરી ગઈ હતી અને પિતાને આ પ્રકારે અડપલાં ન કરવાનું જણાવતા સાવકો બાપ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે છરી બતાવી કહ્યું હતું કે,'ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી અડપલાં કર્યા હતા. આ ઘટનાને પગલે યુવતી ડરી ગઈ હતી. તેણે પોટની માતા અને ભાઈને પણ સમગ્ર બનાવની જાણ કરી હતી પરંતુ આબરૂ જવાની બીકે તેણીને ફરિયાદ કરતા અટકાવામાં આવી હતી.
ધાર્યું કરવા દબાણ કર્યું
પોતાની કરતૂતોને વેગ આપી સાવકા પિતાએ ફરી છરી બતાવી યુવતી સાથે ધાર્યું કરવા દબાણ કર્યું હતું. જેનાથી કંટાળી બે મહિના બાદ તેણીએ આજે તેણે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે સાવકા પિતા વિરુદ્ધ કલમ 354,506(2),504 હેઠળ ગુન્હો નોંધી હવસખોર બાપને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.