આપઘાત:રાજકોટમાં પુત્ર અવારનવાર ઝઘડતો હોવાથી માતાએ કીડી મારવાનો પાવડર પી જિંદગી ટૂંકાવી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • મૃતકના પતિ હતાય નથી, સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી

રાજકોટના લક્ષ્મીનગર શેરી નં. 3માં રહેતાં હંસાબેન દિલીપભાઇ ચૌહાણે 16 ઓક્ટોબરના રોજ સાંજે ઘરે કીડી મારવાનો ઝેરી પાવડર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ તેમનું ગતરાત્રે સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે.

સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગરના PSI આર. બી. રાણા, દિલીપસિંહ જાદવ સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસના કહેવા મુજબ હંસાબેનનું બેભાન હાલતમાં જ મૃત્યુ થયું હતું. તેમના પતિ હયાત નથી. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

હંસાબેન ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા
પોલીસ પૂછપરછમાં હંસાબેનના સબંધીએ કહ્યું હતું કે, હંસાબેનના પતિ હયાત ન હોય તેઓ ઘરનું ગુજરાન ચલાવવા ખાનગી હોસ્પિટલમાં કેર ટેકર તરીકે કામ કરવા જતાં હતાં. પુત્ર કેતન છૂટક ગાડી સાફસફાઇનું કામ કરે છે. તે અવાર-નવાર ઘરમાં ઝઘડા કરતો હોવાથી કંટાળી જતાં હંસાબેને આ પગલુ ભર્યાની શક્યતા છે.

ગોંડલમાં બે દિવસ પહેલા પરિણીતાએ આપઘાત કર્યો હતો
4 મહિના પૂર્વે જ પ્રેમલગ્ન કરી સાંસારિક જીવનનો પ્રારંભ કરનાર રાજકોટની યુવતીએ ગત શનિવારે રાત્રે ગોંડલમાં તેના સાસરિયામાં ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. સાસરિયાના ત્રાસથી યુવતીએ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપીઓની અટકાયત કરી હતી. ગોંડલમાં જેતપુર રોડ પર આવેલી આવકાર રેસિડેન્સીમાં રહેતી ભાવિકા ચિરાગ બલદાણિયા (ઉ.વ.19)નો મૃતદેહ તેના જ ઘરમાંથી શનિવારે રાત્રે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.