• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Process Of Removing Garbage From Aji River Has Started, MLA Govind Patel Said: Dirty Water Will Not Reach Ramnath Temple

આજી થશે શુદ્ધ:રાજકોટમાં આજી નદીમાંથી કચરો દૂર કરવાની પ્રક્રિયા શરુ, MLA ગોવિંદ પટેલે કહ્યું: ગંદુ પાણી રામનાથ મંદિર સુધી નહીં પહોંચે

રાજકોટ3 મહિનો પહેલા
અમે મનપાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી: MLA ગોવિંદ પટેલ - Divya Bhaskar
અમે મનપાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી: MLA ગોવિંદ પટેલ
  • રામનાથ મહાદેવ મંદિરની બાજુમાં જ મેદાન બનાવાશે

દર વર્ષે ચોમાસું આવે એટલે રાજકોટમાં આજી નદી આસપાસના વિસ્તારો અને ખાસ કરીને રામનાથ મહાદેવ મંદિરના દર્શનાર્થે જતાં દર્શનાર્થીઓને પારાવાર હાડમારીનો સામનો કરવો પડી રહ્યો હોય છે. જેને પગલે હાલ મનપા દ્વારા આજી નદીમાંથી કચરો દૂર કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ અંગે MLA ગોવિંદ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, આજી નદી શુદ્ધ થતા ગંદુ પાણી રામનાથ મંદિર સુધી નહીં પહોંચે.

આજી નદીમાં ગંદુ પાણી ભરાઈ જાય છે
આજી નદીમાં ગંદુ પાણી ભરાઈ જાય છે

લોકોને પણ ફાયદો થશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ આજી નદીના શુદ્ધિકરણ માટેની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. અને તેનું કામ પણ ચાલી રહ્યું છે ત્યારે આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે પણ નદીને ઉંડી કરવાની જ હતી તેના પહેલાં અમે મનપાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં ચર્ચા થઈ હતી કે વરસાદ પડે એટલે આજી નદીમાં ગંદુ પાણી ભરાઈ જાય છે અને તે રામનાથ મહાદેવના મંદિર સુધી પણ પહોંચે છે. જેથી લોકોએ આજી નદીને ઉંડી અને પહોળી કરવાનું શરૂ કરી દીધું છે.એકંદરે જે કામ આગામી દિવસોમાં કરવાનું હતું તે કામ અત્યારે અત્યારથી જ શરૂ કરી દીધું છે. તેનાથી આસપાસના વિસ્તારના લોકોને પણ ફાયદો થશે.

એક વિશાળ મેદાન બનાવવામાં આવશે
એક વિશાળ મેદાન બનાવવામાં આવશે

એક વિશાળ મેદાન બનાવવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આ ઉપરાંત રામનાથ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં ભાવિકો ભાગવત સપ્તાહ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવી શકે તે માટે એક વિશાળ મેદાન બનાવવામાં આવશે. આ ઉપરાંત મંદિર સુધી પહોંચવા માટેનો એપ્રોચ રોડ પણ પહોળો કરવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે જેને ટૂંક સમયમાં મંજૂરી મળી જોય તેવી સંભાવના છે. એકંદરે રામનાથ મહાદેવ મંદિર એક તીર્થસ્થાન બનીને ઉભરી આવે તેવી અમારી યોજના છે અને તેને સાકાર કરવા માટે લોકોનો સહયોગ અત્યંત જરૂરી બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...