તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજ 5 લાખ કિલો બટેટાની આવક:રાજકોટમાં 50ના કિલો મળતા બટેટાના ભાવ રૂપિયા 10 થયા

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બટેટાની આવક વધતા ભાવ ઘટ્યા, ગરમી વધતા લીંબુ મોંઘા બન્યા

જૂના યાર્ડમાં રોજના 5 લાખ કિલો બટેટાની આવક થઇ રહી છે અને ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. જે બટેટા એક સમયે રૂ. 50ના કિલો મળતા હતા તે હવે રૂ.10ના કિલો લેખે વેચાઈ રહ્યા છે. હાલમાં ડિમાન્ડ પણ ડબલ થઈ ગઈ છે. જ્યારે લીંબુ સૌથી મોંઘા થયા છે.

આ અંગે શાકભાજી વિભાગના ઈન્સ્પેક્ટર કાનાભાઈ ચાવડા જણાવે છે કે, અત્યારે જે આવક છે તે ડીસાથી થઈ રહી છે. વધુમાં આ બટેટા વેફરના છે. ગૃહિણીઓ સામાન્ય રીતે આખા વર્ષની વેફર બનાવી લેતી હોવાથી અત્યારે બટેટાની વધુ ખરીદી થઈ રહી છે. હાલ ડીસાથી રોજની 50 ગાડીઓ આવી રહી છે. આ સિઝન એપ્રિલ માસ સુધી ચાલશે. યાર્ડમાં એક મણ બટેટાનો ભાવ રૂ.100 થી રૂ. 200 સુધીનો બોલાઈ રહ્યો છે. જેટલી આવક થઈ રહી છે તેની સામે ડિમાન્ડ પણ વધી છે. રાજકોટ સિવાય જામનગર, દ્વારકા, કાલાવડ, જૂનાગઢ, પોરબંદર, ધ્રોલ, પડધરી, મોરબી, વેરાવળ વગેરે જગ્યાએથી ખરીદી ચાલુ છે.

ઉનાળો શરૂ થતા લીંબુની ડિમાન્ડ વધુ છે. સામે આવક પણ ઓછી છે ત્યારે તેના ભાવમાં વધારો થયો છે. હાલમાં યાર્ડમાં લીંબુનો ભાવ રૂ. 50 થી 60ના કિલો છે. જ્યારે છૂટી બજારમાં રૂ.100ના કિલો લેખે લીંબુ વેચાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો