નોન-વેજની લારીઓ હટાવો ઝુંબેશ:રાજકોટમાં દબાણ હટાવ શાખાએ સદર બજાર, ફુલછાબ ચોક અને શાસ્ત્રીમેદાનમાં 12 દિવસમાં ઇંડા અને નોન-વેજ સહિતની 24 રેકડી જપ્ત કરી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇંડા અને નોન-વેજની રેકડીઓ જપ્ત કરાઇ. - Divya Bhaskar
ઇંડા અને નોન-વેજની રેકડીઓ જપ્ત કરાઇ.
  • યુનિ.રોડ, રૈયા રોડ, અમિન માર્ગ, એસ્ટ્રોન ચોક, કોટેચા ચોક અને મહિલા અન્ડર બ્રિજ પરથી 1,07,890 રૂપિયાનો મંડપચાર્જ વસુલવામાં આવ્યો

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની દબાણ હટાવ શાખાએ 1થી 12 નવેમ્બર સુધીમાં સદર બજાર, ફુલછાબ ચોક, નાણાવટી ચોક, રામનાથ પરા, હવેલી ચોક, આહિર ચોક, મવડી મેઈન રોડ, કોઠારિયા મેઈન રોડ, માર્કેટ યાર્ડ રોડ, નાના મોવા મેઈન રોડ અને શાસ્ત્રીમેદાનમાંથી 12 દિવસમાં ઇંડા અને નોન-વેજ સહિતની 24 રેકડી જપ્ત કરી છે. જ્યારે સદર બજાર, કોઠારીયા રોડ, ધરાર માર્કેટ, પરાબજાર, મોરબી રોડ, પોસ્ટ ઓફિસ રોડ, સદર બજાર, જંક્શન રોડ, યાજ્ઞીક રોડ અને જ્યુબેલી માર્કેટથી 56 પરચૂરણ અને માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

827 કિલો શાકભાજી, ફળ અને ફૂલ જપ્ત કરવામાં આવ્યા
શહેરના ધરાર માર્કેટ, નાના મૌવા રોડ, પુષ્કરધામ મેઈન રોડ, જંક્શન રોડ, જ્યુબેલી માર્કેટ પરથી 827 કિલો શાકભાજી, ફળ અને ફૂલ જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ યુનિ.રોડ, રૈયા રોડ, અમિન માર્ગ, એસ્ટ્રોન ચોક, કોટેચા ચોક, મહિલા અન્ડર બ્રિજ પરથી 1,07,890 રૂપિયાનો મંડપચાર્જ વસુલવામાં આવ્યો છે. ભાવનગર રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, મોરબી રોડ, રૈયા રોડ, જામનગર રોડ, રામનાથ હોકર્સ ઝોન પરથી 9 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે.

દબાણ હટાવ શાખાએ રેકડીઓ જપ્ત કરી.
દબાણ હટાવ શાખાએ રેકડીઓ જપ્ત કરી.

CCTV કેમેરા અંતર્ગત આવતી ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો
આ ઉપરાંત પુષ્કરધામ હોકર્સઝોન, સાધુવાસવાણી હોકર્સ ઝોન, ચંન્દ્રેશનગર હોકર્સ ઝોન, જ્યુબેલી માર્કેટ, ધરાર માર્કેટ, ભક્તિનગર અને હુડકો માર્કેટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ સદર બજાર, ફુલછાબ ચોક અને શાસ્ત્રીમેદાનમાં ડ્રાઈવ કરી ઈંડા અને નોન-વેજની રેકડીઓ જપ્ત કરી છે. ત્રણેય ઝોનની ટીમ સાથે મળીને સયુંક્ત કામગીરી કરવામાં આવી છે. લેખિત અને મૌખિક ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત CCTV કેમેરા અંતર્ગત આવતી ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો હતો. વીજ પોલમાંથી બોર્ડ ઉતારવાની તથા કોલ સેન્ટરની ઓનલાઇન ફરિયાદનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.

12 દિવસમાં 24 રેકડી જપ્ત કરાઇ.
12 દિવસમાં 24 રેકડી જપ્ત કરાઇ.
અન્ય સમાચારો પણ છે...