• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Pressure Relief Branch Recovered Rs 2.33 Lakh In 6 Days And Destroyed 330 Kg Of Stale Vegetables On The Spot.

કાર્યવાહી:રાજકોટમાં દબાણ હટાવ શાખાએ 6 દિવસમાં 2.33 લાખની રકમ દંડ પેટે વસૂલી, 330 કિલો વાસી શાકભાજીનો સ્થળ પર નાશ કર્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 199 બોર્ડ-બેનરો, 28 રેંકડી-કેબીન અને 94 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરી

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા 6 દિવસમાં 2.33 લાખની રકમ દંડ પેટે વસૂલી છે. જયારે 330 કિલો વાસી શાકભાજીનો સ્થળ પર નાશ કર્યો છે. આ કામગીરી તારીખ 5થી 10 એપ્રિલ દરમિયાન કરવામાં આવી છે.

28 રેંકડી-કેબીનો જપ્ત કરાઈ
આ કામગીરી હેઠળ રસ્તા પર નડતર 28 રેંકડી-કેબીનો ધરાર માર્કેટ, દુધસાગર રોડ, પાંજરાપોળ, જ્યુબેલી રોડ, બાપુનગર ગાર્ડન, જંકશન રોડ, મોચીનગર, રવિરત્ન પાર્ક, જ્યોતીનગર રોડ, એસ.કે ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય 94 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે સાધુવાસવાણી રોડ, નાના મોવા મેઇન રોડ, રાણીટાવર, જ્યોતીનગર, જ્યુબેલી માર્કેટ, બાપુનગર જિલ્લા ગાર્ડન, રામનાથ પરા,પારેવડી ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી.

રૂ.1,02,150/- વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો
તેમજ 330 કિલો શાકભાજી-ફળો કે જે જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.1,02,150/- વહીવટી ચાર્જ કોઠારિયા રોડ, મોરબી રોડ, જ્યુબેલી, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, ફુલછાબ ચોક, પરથી વસુલ કરવામાં આવ્યો હતો, 1,31,795/- મંડપ ચાર્જ જે મવડી રોડ, 80 ફુટ,રોડ, જામનગર રોડ, બાપા સીતારામ ચોક, એ.જી ચોક, સંતકબીર રોડ, પેડક રોડ, માંથી વસુલ કરવામાં આવ્યો હતો, અને 199 બોર્ડ-બેનરો જે ચંદ્રેશનગર જીલ્લા ગાર્ડન રોડ, ભક્તિનગર સર્કલ, એસ્ટ્રોન ચોક, જ્યોતીનગર મેઇન રોડ, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.