કાર્યવાહી:રાજકોટમાં દબાણ હટાવ શાખાએ 14 દિવસમાં રૂ.3 લાખથી વધુની રકમ દંડ પેટે વસૂલી, 753 કિલો વાસી શાકભાજીનો નાશ

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 367 બોર્ડ-બેનરો અને 47 રેંકડી-કેબીન જપ્ત કરી

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ 14 દિવસમાં રૂ.3 લાખથી વધુની રકમ દંડ પેટે વસૂલી છે. જયારે 753 કિલો વાસી શાકભાજીનો સ્થળ પર જ નાશ કર્યો છે. આ કામગીરી તા.25-4-2022થી 08-5-2022 દરમિયાન કરવામાં આવી છે.

47 રેંકડી-કેબીનો જપ્ત કરાઈ
આ કામગીરી હેઠળ રસ્તા પર નડતર 47 રેંકડી-કેબીનો રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, ધરાર માર્કેટ, પાંજરાપોળ, પારુલ ગાર્ડન, મવડી મેન રોડ, પટેલ ક્ન્‍યા છાત્રાલય, વિમલ નગર મેન રોડ કૃષ્ણનગર મેન રોડ, ગાયત્રીનગર પરથી જપ્ત કરવામાં આવી હતી. આ સાથે જુદીજુદી અન્ય 194 પરચુરણ ચીજ વસ્તુઓ ગાયત્રીનગર મેન રોડ, જ્યુબીલી, મવડી મેઈન રોડ, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, હોસ્પીટલ ચોક, રેલવે જંક્સન, રૈયા રોડ, ઢેબર રોડ,નંદનવન મેઈન રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, આ ઉપરાંત 367 બોર્ડ-બેનરો જે ચંદ્રેશનગર મેન રોડ, કણકોટ ચોકડી, જેટકો ચોક, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.

રૂ.3 લાખથી વધુનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો
તેમજ 753 કિલો શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને નંદનવન મેન રોડ, પુષ્કરધામ મેન રોડ, મવડી મેન રોડ, જ્યુબિલી માર્કેટ, રેલ્વે જંક્શન પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.1,48,000નો વહીવટી ચાર્જ આજીડેમ ચોકડી, મહાપૂજા ધામ, ત્રિકોણ બાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ,રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, ભાવનગર રોડ, જીમખાના પરથી વસુલ કરવામાં આવ્યો હતો. જયારે રૂ.1,53,405 મંડપ ચાર્જ જે જંક્શન રોડ, રેલ નગર, યાજ્ઞીક રોડ, મવડી રોડ, રૈયા રોડ,મોરબી જકાતનાકા, સેટેલાઇટ રોડ માંથી વસુલ કરવામાં આવ્યો હતો.