• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The President Of NSUI Wrote A Letter To The Scheduled Castes Commission And Demanded To Stop The Recruitment Process Of Sou.

માંગ:રાજકોટમાં NSUIના પ્રમુખે અનુ.જાતિ આયોગને પત્ર લખી સૌ.યુનિ.ની ભરતી પ્રક્રિયા રોકવા માંગ કરી

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ શહેર NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની ફાઈલ તસવીર - Divya Bhaskar
રાજકોટ શહેર NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની ફાઈલ તસવીર
  • અનુ.જાતિના ઉમેદવારોને હળાહળ અન્યાય કર્યાનો આક્ષેપ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરારી અધ્યાપકોની ભરતી પ્રક્રિયામાં અનામત નીતિનો છેદ ઉડાડાતા આ મામલે રાજકોટ શહેર NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગને પત્ર પાઠવી આ અંગે તત્કાલ કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે.

ઉમેદવારો સાથે હળાહળ અન્યાય થયો છે
આ અંગે NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 11 માસના કરાર આધારિત 56 જેટલા અધ્યાપકોની ભરતી માટે આગામી તા. 8 અને 9ના ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવનાર છે. આ ભરતી પ્રક્રિયામાં અનુસુચિત જાતિ,જનજાતિ અને ઓબીસી વર્ગના ઉમેદવારો માટે નીતિ નિયમ મુજબ બેઠકો અનામત રાખવી જોઇએ તે રાખવામાં આવી નથી. ભરતી પ્રક્રિયા માટે નિયત કરાયેલ અનામત નીતિનો છેદ ઉડાડી અનુ.જાતિના ઉમેદવારોને હળાહળ અન્યાય કરવામાં આવેલ છે.

અનામત નીતિનો ભંગ થયો છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ અંગે અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. ગિરીશ ભીમાણીને રજુઆત કરવામાં આવી હતી પરંતુ આ બાબતે હજુ સુધી કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. આ ભરતી પ્રક્રિયામાં અનામત નીતિનો ભંગ કરવામાં આવેલ હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ ભરતી પ્રક્રિયા પર તત્કાલ રોક લગાવવા માટે તેઓએ માંગણી કરી છે.