તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Parents Gave Sagira A Mobile For Online Study, Befriended Her On Social Media And The Accused Called Her In The Elevator And Interrupted Her.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતવણી રૂપ કિસ્સો:રાજકોટમાં માતા-પિતાએ સગીરાને ઓનલાઈન અભ્યાસ માટે મોબાઈલ આપ્યો, આરોપીએ સો. મીડિયામાં મિત્રતા કરી, લિફ્ટમાં બોલાવી અડપલાં કર્યા

રાજકોટ2 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર.
  • સગીરાના નવમા ધોરણમાં ભણતા ભાઈને પણ કહ્યું-તારી બેનને મારા ઘરે મોકલજે

રાજકોટમાં સગીરાઓ સાથે અનેકવાર દુષ્કર્મના બનાવો સામે આવે છે ત્યારે ફરી શહેરમાં ભદ્ર સમાજનો અભદ્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં 14 વર્ષની સગીરા સાથે મિત્રતા કરવા મહેશ વાજા નામના શખ્સે 6 મહિના સુધી તેને સોશિયલ મીડિયામાં ચેટિંગ કરી, તેનો પીછો કરીને ત્રાસ આપ્યો હતો. પરિવારજનોએ તેને સમજાવવા છતાં સમજ્યો નહોતો અને રૃબરૃ, ફોનથી તેમજ પીછો કરીને તેણે બાળાની પજવણી યથાવત રાખતાં અને તેણીના માતા સહિતને ધમકીઓ આપતાં સોૈ મુંજવણમાં મુકાયા હતાં. એટલુ જ નહિ તે બાળાના 9 વર્ષના ભાઇને પણ અટકાવીને -તારી બેનને મારા ઘરે મોકલજે તેવું કહેતો હતો. ત્રાસી ગયેલા પરિવારજનોએ અંતે મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે, અને તેને પકડવાની તજવીજ શરુ કરી છે.

મહેશ છ મહિનાથી મને હેરાન કરે છે - ફરિયાદી
સગીરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી દિકરી 12માં ધોરણમાં અભ્યાસ કરે છે. થોડા દિવસ પહેલા મારા ફોનમાં એક ફોન આવતાં મારા ભાભીએ ઉપાડતાં ફોન કરનારે પોતે મહેશ બોલે છે અને તમારી દિકરીને આપો તેમ કહેતાં ફોન ન આપતાં તેણે ઝઘડો કર્યો હતો. મહેશ છ મહિનાથી મને હેરાન કરે છે. છ મહિના પહેલા હું લિફટમાં હતી ત્યારે તે પાછળ આવી ગયો હતો અને મને તેના ફોન નંબર લખેલી ચિઠ્ઠી આપી ફ્રેન્ડશીપ કરવી છે તેમ કહેતાં મેં ના પાડી ચિઠ્ઠી ફાડી નાખી હતી. એ જ દિવસે સાંજે શાળાએથી છુટીને હુ ઘરે આવી ત્યારે મમ્મી શાક લેવા નીચે ગયા હોઇ તેના ફોનમાં મહેશે ફોન કરી ફરીથી ફ્રેન્ડશીપ કરવાનું કહ્યું હતું. ના પાડતાં તેણે તારા મમ્મી-પપ્પા અને ભાઇને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. હું ડરી ગઇ હતી. જેથી સતત મમ્મીને શાળાએ તેડવા મુકવા આવવાનું કહેતી હતી.

લિફ્ટમાં બળજબરી કરતા 15 દી’ તરુણી સ્કૂલે ન ગઇ
વધુમાં યુવતીએ જણાવ્યું હતું કે, મહેશ પાર્કિંગમાં ઉભો હોઇ હું એકલી હોઉ ત્યારે તે લિફટમાં આવી જતો હતો અને શારીરિક પજવણી કરી લેતો હતો. હું રડવા માંડતા મમ્મીએ પુછતાં મેં તેને જવાબ આપેલો નહિ અને શાળાએ જવું નથી તેમ કહી દીધું હતું. પંદર દિવસ સુધી હું શાળાએ પણ ગઇ નહોતી. એક સમયે મારા મમ્મી બહાર જીમમાં જતાં મહેશ ઘરમાં આવી ગયેલ અને ફ્રેન્ડશીપ કરવાનું કહી અડપલા કરી ધમકી દઇ ભાગી ગયો હતો.

તારી બહેનને મારા ઘરે મોકલી દે - આરોપી
વધુમાં યુવતીએ જણાવ્યું હતું કે, મહેશ એ પછી તે સતત ફોન કરવાની વાત કરવાની અને મળવાની કોશિષ કરતો હોત. મહેશ હેરાન કરતો હોવાની જાણ અમને થતાં અમે તેના માતાને ફરિયાદ કરવા જતાં તેણે માફી માંગી લીધી હતી અને મહેશ હવે કંઇ નહિ કરે તેમ કહ્યું હતું. ત્રણ માસ પછી ફરીથી મહેશ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બેસવા માંડ્યો હતો.અમને મારા વિશે જેમ તેમ વાતો કરતો હતો. ઓનલાઇન અભ્યાસ ચાલુ હોઇ ત્યારે પણ મેસેજ કરી હેરાન કરતો હતો. મારા 9 વર્ષના ભાઈને પણ તે અટકાવીને કહેતો કે તારી બહેનને મારા ઘરે મોકલી દે. આ ત્રાસને કારણે હું દાદાના ઘરે થોડા મહિના માટે મોકલી દીધી હતી. એ પછી મહેશ અને તેનો પરિવાર બાજુના ફલેટમાં રહેવા જતો રહ્યો હતો.

મહેશના કરતૂતથી માતાએ માફી માગી
વધુમાં યુવતીએ જણાવ્યું હતું કે, હવે ફરીથી એકાદ મહિનાથી સ્કૂલ ચાલુ થતાં મહેશે ફરી વખત અમારી દિકરીની પાછળ જવાનું ઇશારા કરવાનું ચાલુ કર્યુ હતુ. ફોનમાં મેસેજ કર્યો હતો. અમે સામે ફોન કરતાં મહેશના પિતાએ ફોન ઉપાડ્યો હતો. તેને સમજાવવા ફરી ફોન જોડતાં નંબર બંધ આવ્યો હતો. દરમિયાન રાતે સાડા દસેક વાગ્યે મહેશ અમારા ફલેટના ગેઇટ સામે મળતાં તેને સમજાવતાં મને અપશબ્દો કહી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયો હતો. અંતે અમે ફ્રલેટના પ્રમુખ સહિતના લોકોને વાત કરતાં એ પછી ફરિયાદ નોંધાવી હતી.

સગીરાની ફરિયાદના આધારે પોલીસે તજવીજ હાથ ધરી
હાલ પોલીસેસે મહેશ દેવજીભાઇ વાજા નામના શખ્સ વિરૃધ્ધ આઇપીસી 354 (A),354 (D), 323,504,506(2) અને જાતીય સતામણીમાં બાળકોને રક્ષણ આપતા પોકસોની કલમ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો